Rajkot news રાજ્યમાં દુષ્કર્મના બનાવો દિનપ્રતિદિન વધતાં જતા જોવા મળે છે. ત્યારે રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટમાં 13 વર્ષની સગીરા સાથે 17 વર્ષીય સગીરે 2 વખત દુષ્કર્મ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યારે આ બનાવની જાણ પરિજનોને થતા તેમણે સગીર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે દુષ્કર્મ અને પોક્સો કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટમાં રહેતી 13 વર્ષીય સગીરા ઈંસ્ટાગ્રામ મારફતે એક 17 વર્ષના સગીરના પરિચયમાં આવી હતી. જે દરમિયાન તેઓ એકબીજા સાથે વાતચીત કરતા હતા. જેથી આરોપી સગીર અને પીડિતા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ સગીરે 13 વર્ષની સગીરાને પોતાના ઘરે લઈ જઈ વખત શારિરીક સંબંધ બાંધ્યો હતો.
સમગ્ર બનાવની જાણ પરિવારને થતા તેમણે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ભક્તિનગરના પીઆઈ એમ. એમ. સરવૈય અને ટીમે પરિવારજનોને સાંભળીને ફરિયાદ નોંધી હતી. જે બાદ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. પોલીસે આ મામલે સગીરાને પૂછપરછ કરતા સગીરા પ્રાથમિક સુધી અભ્યાસ કર્યો છે, તો આરોપી સગીર મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે આરોપીને ઝડપીને પોલીસે કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો:ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં થનારી મોકડ્રીલ અંગે વિસ્તૃત જાણકારી આપી
આ પણ વાંચો:આવતીકાલે ગુજરાતનાં કેટલા શહેરમાં અને કેટલા વાગે યોજાશે મોકડ્રીલ જાણો
આ પણ વાંચો:ગુજરાતના સંવેદનશીલ બોર્ડર એરિયામાં મોકડ્રીલનો આદેશ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યોજી બેઠક
