Not Set/ મુખ્યમંત્રીના નિવાસસ્થાને તા.૨૧મી જુને વિશ્વ યોગ દિવસની કરાશે ઉજવણી

તા.૨૧મી જૂને મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમનો પરિવાર ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન તથા છ યોગ કોચ સાથે કોમન યોગા પ્રોટોકોલથી યોગ કરશે.

Top Stories Gujarat Trending

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી તા.૨૧મી જુને વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. “હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત” થીમ ઉપર ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા તા.૧૪ જૂન ૨૦૨૧ થી તા.૨૦ જૂન ૨૦૨૧ દરમિયાન યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.૨૧મી જૂને મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમનો પરિવાર ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન તથા છ યોગ કોચ સાથે કોમન યોગા પ્રોટોકોલથી યોગ કરશે.

તા.૨૧ જૂન ૨૦૨૧નાં રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી સવારના ૦૭-૦૦ કલાકેથી ૦૭-૪૫ કલાક સુધી મુખ્યમંત્રીના ફેસબુક પેજ ઉપરથી સવારે ૧૧-૦૦ કલાકથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.  ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા ૨૧ જુન – ૨૦૨૦ થી ૨૧ જુન -૨૦૨૧ દરમિયાન ૨૧,૦૦૦ યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી તા.૨૧ જૂન ૨૦૨૧ના રોજ વિશ્વ યોગ દિવસના સંદર્ભે સવારના ૧૧-૦૦ કલાકેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદહસ્તે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને યોગ ટ્રેનીંગ સફળતા પુર્વક પુર્ણ કરેલ યોગ કોચ / યોગ ટ્રેનરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સ મારફતે દરેક જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ રૂમ ખાતે હાજર રહેલ ૨૦ યોગ કોચ ટ્રેનરને પણ જિલ્લા કક્ષાએથી પ્રમાણપત્ર આપવામાં આવશે.

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા તા.૧૪ જૂન ૨૦૨૧ થી તા.૨૦ જૂન ૨૦૨૧ સુધી “હવે તો બસ એક જ વાત યોગમય બને ગુજરાત” થીમ ઉપર યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સુર્ય નમસ્કાર ચેલેન્જ તથા યોગના અલગ અલગ આસનો પર લોકો વિડીયો બનાવી પોતાના ફેસબુક પેઇજ ઉપર લાઇવ કરવામાં આવે છે જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.