Not Set/ બિન સચિવાલય પરીક્ષા/ ફરી એકવાર ચિંતન સંઘાણીની તબિયત લથડી, તાત્કાલિક ગાંધીનગર સિવિલ લઈ જવાયો

પરીક્ષાર્થી ચિંતન સંઘાણીના છેલ્લા ૧૪ દિવસથી આમરણાત ઉપવાસ ચાલુ ફરી એક વાર તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યો બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતીના મુદ્દે વિધાર્થીઓના ધરણા હજુ પણ યથાવત છે. વિધાર્થીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠા છે. તેમની એક જ માંગ છે કે, આ પરીક્ષાને રદ કરો. ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી  ખાતે બેઠેલા પરીક્ષાર્થીમાંથી 7 […]

Top Stories Gujarat

પરીક્ષાર્થી ચિંતન સંઘાણીના છેલ્લા ૧૪ દિવસથી આમરણાત ઉપવાસ ચાલુ

ફરી એક વાર તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતીના મુદ્દે વિધાર્થીઓના ધરણા હજુ પણ યથાવત છે. વિધાર્થીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠા છે. તેમની એક જ માંગ છે કે, આ પરીક્ષાને રદ કરો. ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી  ખાતે બેઠેલા પરીક્ષાર્થીમાંથી 7 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા છે. જે અંગે ચિંતન સંઘાણી જણાવ્યું હતું કે, હું લોકો ને અપીલ કરુ છું કે,  જો આ આંદોલન માં મારુ મોત થાય તો કોઈએ પણ મારો ફોટો dp માં નહિ મુકવો. સપોર્ટ કરવો જ હોય તો અત્યારે અહીં આવી આંદોલન ને સપોર્ટ કરો.

આ જ ચિંતન સંઘાણી છેલ્લા ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. થોડા દિવસ અગાઉ પણ ઉપવાસ પર બેઠેલા ચિંતનની તબિયત ફરી એકવાર લથડી હતી અને તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે લઇ જવા આવ્યો હતો.

છતાય તેના ઉપવાસ ચાલુ જ રાખ્યા હતા. સત્ય સામે તેની લડાઈ ચાલુ રાખી હતી. આજે ફરી એકવાર ચિંતન સંઘાણીની તબિયત ખરાબ થઇ હતી. અને તેને ફરી એકવાર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.  તબિયત બગડતા 108 માં ગાંધીનગર સિવિલ લઈ જવાયો હતો..

ઉલ્લેખનીય છે કે, શનિવારે મળેલી સીટ ણી બેથ્ક્બળ FSL એ પણ પોતાના રીપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે પરીક્ષામાં ગેર રીતી થઇ છે. પરીક્ષા ચાલુ થયાના ૫૪ મિનીટ પહેલા જ  પેપેર મોબાઈલમાં ફરતુ થયું હતું.

ઉલ્લેખનીય છે કે, આ આંદોલનના વિદ્યાર્થીનેતા એવા યુવરાજસિંહ જાડેજા એ આ પ્રસંગે મંતવ્ય ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સરકાર ને પુરાવા આપ્યા હતા. અને હવે FSLના રીપોર્ટમાં તે બધા જ પુરાવા સાચા સાબિત થયા છે. તે સાચા સાબિત થયા છે.  તેમજ આ રિપોર્ટ મુખ્યમંત્રી અથવા ગૃહમંત્રીને આપવામાં આવશે. પરીક્ષા અંગે આવતી કેબિનેટ બેઠકમાં નિર્ણય કરાશે. યુવરાજસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યુ હતુ કેસરકારે પરીક્ષા રદ કરવી  પડશે. પરીક્ષા રદ કરવામાં નહીઆવે તો આંદોલન ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.