Not Set/ અમદાવાદ/ મજૂરોએ ભેગા થઈ સુપરવાઈઝરને એટલો માર્યો કે નીકળી ગયો જીવ, પોલીસે શરૂ કરી 8 હત્યારાઓની શોધખોળ

અમદાવાદમાં મજૂરી આપવાના મામલે માથાકૂટ થતા એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ છે.શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા લેબર સુપરવાઈઝની વીંધ્યાચલની હત્યા કરી  દેવામાં આવી હતી.પોલીસે વીંધ્યાચલની હત્યા કરનાર 8 આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે. સુપરવાઈઝર વિંધ્યાચલ ઘણા સમયથી સાબરમતી વિસ્તારમાં લેબર લાવવા લઇ જવાનું કામ કરતો હતો.વીંધ્યાચલને મજૂરોને માલ સામાન અને સાધનો હટાવાવાનું કામ સોંપવામાં આવ્યું […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં મજૂરી આપવાના મામલે માથાકૂટ થતા એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ છે.શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા લેબર સુપરવાઈઝની વીંધ્યાચલની હત્યા કરી  દેવામાં આવી હતી.પોલીસે વીંધ્યાચલની હત્યા કરનાર 8 આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.

સુપરવાઈઝર વિંધ્યાચલ ઘણા સમયથી સાબરમતી વિસ્તારમાં લેબર લાવવા લઇ જવાનું કામ કરતો હતો.વીંધ્યાચલને મજૂરોને માલ સામાન અને સાધનો હટાવાવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જો કે તેને  મજૂરો સાથે કામની વહેંચણી મુદ્દે માથાકૂટ થઇ હતી જેથી મજૂરોએ ભેગા મળીને તેની પર હુમલો કર્યો હતો.ઇજાગ્રસ્ત વીંધ્યાચલને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો દરમિયાન તેનું મોત થયું હતું. આ હત્યા બાદ સાબરમતી પોલીસે આઠ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.

બે દિવસ પહેલા થયેલી ઘટનામાં મરણ પામેલા વિંધ્યાચલના પરિવારની ફરિયાદના આધારે પોલીસે આઠ લોકો સામે ગુનો નોંધ્યો હતો.

સુપરવાઈઝરના થયેલા મોત મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. આઠ આરોપીઓ પૈકી ચાર અજાણ્યા શખ્સો સામે પણ ગુનો નોંધાયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.