ગુજરાત રાજ્યમાં સતત કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે. ગઈકાલથી સુરત અમદાવાદ અને વડોદરા શહેરમાં એક પછી એક પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. સીટી બસ અને બાગ બગીચા બંધ કરાવવામાં આવ્યા છે. તો રાજ્યના મુખ્ય ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યુની સમય મર્યાદા પણ વધારી દેવામાં આવી છે. રાત્રીના 10 થી સવારના 6 વાગ્યાનો કર્ફ્યું નાખી દેવામાં આવ્યો છે.
તો બીજી બાજુ શહેરની હોસ્પિટલો ફરી એકવાર કોરોના દર્દીઓથી ઉભરાઈ રહીછે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા દૈનિક કેસનો આંક પર 1000 ઉપર પહોચી ચુક્યો છે. ત્યારે ફ્રાજ્યના નાગરિકોમાં ફરી એકવાર લોક ડાઉન ની વકી ફેલાઈ છે.
ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આજે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હવે રાજ્યમાં કોઈ લોક ડાઉન લાગુ કરવામાં નહીં આવે. જયારે શાળા કોલેજ સંદર્ભમાં આજે બેઠક મળશે અને ત્યાર બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હોળીના તહેવાર અંગે બાદમાં નિર્ણય લેવાશે.
આવો જોઈએ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
