રવિ નિમાવત. મોરબી @મંતવ્ય ન્યૂઝ
મોરબીમાં કોરોનાના સમયમાં ગેરકાયદેસર રીતે વ્યાપાર ધંધા થવાની ઘટનાઓમાં એકાએક વધારો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. મોરબી એલસીબીને મળેલી બાતમીના આધારે મોરબીના નવા મકનસર ગામેથી એલસીબી ટીમે દુકાન અને ઘરમાં રાખેલ આયુર્વેદિક હર્બલ ટોનિકની બોટલો નંગ ૯૨૨૦ નો મુદામાલ રાખી ગેરકાયદેસર વેચાણ કરનાર ઈસમને ઝડપી લેવાયો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમેં નવા મકનસર ગામે બાતમીને આધારે દરોડો કર્યો હતો, જેમાં નવા મકનસર ગામે રહેતા જયેશ ઉર્ફે લાલો મનસુખ આડેસરા કોળી નામનો શખ્શ પોતાની દુકાન અને રહેણાંક મકાને આયુર્વેદિક હર્બલ ટોનિક જથ્થો રાખી ગેરકાયદેસર રીતે બીલ આધાર વગર વેચાણ કરતો હતો.
ગેરકાયદેસર વેચાણની ખાતરી થયા બાદ રેડ કરીને એલસીબી ટીમે દુકાન અને મકાનેથી આયુર્વેદિક હર્બલ ટોનિકની નાની મોટી બોટલો મળી કુલ નંગ ૯૨૨૦ કીમત રૂ ૭,૮૩,૩૦૦ આજને ૧ મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૭,૮૮,૦૦૦ નો મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

