ફરિયાદ/ ખાનગી ફાઈનાન્સ કંપનીઓ દ્વારા સ્કીમો જાહેર કરી બંધ કરતાં થતાં વિવાદ

ઓલ ઇન્ડિયા મોબાઈલ રીટેઈલ એશોશીએશન સૌરાષ્ટ્ર ઝોન જુનાગઢ જિલ્લા દ્વારા નાયબ કલેકટર કેશોદને લેખિતમાં રજૂઆત કરી બજાજ ફાઈનાન્સ કંપની દ્વારા કેશબેક ની યોજના જાહેર કરી હતી જેમાં ઈલેક્ટ્રોનિક અને ઈલેક્ટ્રીક હોમ એપલાયન્સીસ તેમજ મોબાઈલ ફોન ની ખરીદી ગ્રાહકો દ્વારા કરવામાં આવી હતી જેમાં કેશબેક પરત ન આવતાં ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે રોજીંદા નાની મોટી રકઝક થતી હોય છે.

Gujarat Others

@ચેતન પરમાર જૂનાગઢ

ત્યારે વેપારીઓ દ્વારા બજાજ ફાઈનાન્સ કંપની નાં કર્મચારી અધિકારી નો સંપર્ક કરવા ગ્રાહકોને કહેતાં ખાનગી ફાઈનાન્સ કંપની નાં કર્મચારી અધિકારી દ્વારા ઉદ્ધતાઈ ભર્યા ઉડાઉ જવાબ આપવામાં આવતાં ગ્રાહકો અને વેપારીઓ માં અસંતોષ ફેલાયો છે. માંગરોળ મોબાઈલ એશોશીએશન દ્વારા બજાજ ફાઈનાન્સ કંપની નાં ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવતાં કંપની દ્વારા બેજવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરેલાં હોય ત્યારે પૂર્વગ્રહ રાખીને દોષિત કર્મચારી વેપારીઓ વિરુદ્ધ ખોટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી માનસિક શારીરિક સામાજિક અને આર્થિક નુકસાની કરવાનું ધૃણાસ્પદ કૃત્ય કરતાં નાયબ કલેકટર રેખાબા સરવૈયા ને રૂબરૂમાં લેખિતમાં રજૂઆત કરી વેપારીઓ વિરુદ્ધ ખરી હકીકત જાણ્યા બાદ પગલાં ભરવામાં આવે એવી માંગ કરી છે.

ઓલ ઇન્ડિયા મોબાઈલ રીટેઈલ એશોશીએશન સૌરાષ્ટ્ર ઝોન જુનાગઢ જિલ્લા નાં પ્રમુખ રાજુભાઈ બોદર સહિતના વેપારી આગેવાનો દ્વારા નાયબ કલેકટર મારફતે ગૃહમંત્રી ગુજરાત સરકાર અને જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસ વડા તેમજ કેશોદ, માંગરોળ, મેંદરડા, વિસાવદર અને જુનાગઢ ડીવાયએસપી ને લેખિત રજૂઆત કરી છે. આજના ધંધાકીય હરિફાઈ ની દોડમાં ખાનગી કંપનીઓ દ્વારા લોભામણી ઓફર જાહેર કરી પોતાનો લક્ષ્યાંક પુરો કરી લે છે ત્યારે અચાનક સ્કીમ બંધ કરી દેવામાં આવતાં ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાય છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં આવે તો ભવિષ્યમાં આવા બનાવો બનતાં અટકી શકે.