10th Results/ પાટણ જિલ્લામાં ધો.10નું 83 ટકા પરિણામ

ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થયું છે. તેમા પંચમહાલ જિલ્લામાં 83 ટકા પરિણામ જાહેર થયું છે. પાટણ જિલ્લામાં 13,729 વિદ્યાર્થીઓમાં 13,549 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Gujarat Others Breaking News

પાટણઃ ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થયું છે. તેમા પાટણ જિલ્લામાં 83 ટકા પરિણામ જાહેર થયું છે. પાટણ જિલ્લામાં 13,729 વિદ્યાર્થીઓમાં 13,549 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 284 વિદ્યાર્થીઓ A1ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે 1,147 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે B1 ગ્રેડમાં 2,101 અને B2 ગ્રેડમાં 2,816 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થઈ ગયું છે. પણ વિદ્યાર્થીઓના એકસામટા ધસારાના લીધે ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઓપન કરવામાં મુશ્કેલી આવી શકે છે. આના કારણે વિદ્યાર્થીઓ એકસાથે સાઇટ ખોલતા હોય તો બની શકે છે કે તે સમયે સાઇટ ઓપન ન થઈ શકે.

જો વિદ્યાર્થીઓ GSEB વેબસાઇટ ખોલવામાં અસમર્થ હોય તો તેમને સલાહ આપવામાં આવે છે કે થોડીવાર રાહ જુઓ અને પછી ફરી પ્રયાસ કરો. સાઇટ પર ભારે ટ્રાફિકના લીધે વેબસાઇટ ધીમી થઈ શકે છે. બીજો રસ્તો એ છે કે તમને આપવામાં આવેલા વોટ્સએપ નંબર પર ઝડપથી રિઝલ્ટ જોઈ શકાશે. (વોટ્સએપ નંબર-6357300971)


આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ

આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ