10th Results/ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ

ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થયું તેમા રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 85 ટકા પરિણામ જાહેર થયું હતું. રાજકોટ જિલ્લામાં 2,791 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા હતા. જ્યારે 6,372 વિદ્યાર્થીઓ એ-ટુ ગ્રેડમાં પાસ થયા હતા.

Top Stories Gujarat Rajkot Trending Breaking News

રાજકોટઃ ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થયું તેમા રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ જાહેર થયું હતું. રાજકોટ જિલ્લામાં 2,791 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા હતા. જ્યારે 6,372 વિદ્યાર્થીઓ એ-ટુ ગ્રેડમાં પાસ થયા હતા. જ્યારે B1માં 7379 અને B2 ગ્રેડમાં 7019 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

રાજકોટ જિલ્લાનું પરિણામ ગયા વર્ષની તુલનાએ 12 ટકા વધારે હતું. રાજકોટની 116 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું હતું. આ દર્શાવે છે કે રાજકોટે શિક્ષણના મોરચે કેટલી પ્રગતિ કરી છે. રાજકોટની ચાર સ્કૂલોનું શૂન્ય પરિણામ આવ્યું હતું.

ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થઈ ગયું છે. પણ વિદ્યાર્થીઓના એકસામટા ધસારાના લીધે ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઓપન કરવામાં મુશ્કેલી આવી શકે છે. આના કારણે વિદ્યાર્થીઓ એકસાથે સાઇટ ઓપન કરતાં હોય તો બની શકે છે કે તે સમયે સાઇટ ઓપન ન થઈ શકે.

જો વિદ્યાર્થીઓ GSEB વેબસાઇટ ખોલવામાં અસમર્થ હોય તો તેમને સલાહ આપવામાં વે છે કે થોડીવાર રાહ જુઓ અને પછી ફરી પ્રયાસ કરો. સાઇટ પર ભારે ટ્રાફિકના લીધે વેબસાઇટ ધીમી થઈ શકે છે. બીજો રસ્તો એ છે કે તમને પવામાં વેલા વોટ્સએપ નંબર પર ઝડપથી રિઝલ્ટ જોઈ શકાશે. (વોટ્સએપ નંબર-6357300971)


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 11થી 13 મે દરમ્યાન કમોસમી વરસાદની આગાહી

આ પણ વાંચો: ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર