Accident/ ગુજરાતના જાણીતા લોકગાયકનું કાર અકસ્માતમાં મોત

રાજ્યમાં દિનપ્રતિ દિન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે અવી છે. આ ઘટના દ્વારકાની છે જ્યાં  ખંભાળિયા હાઇવે ચરકલા હાઇવે રોડ પર વહેલી સવારે કાર વડલા સાથે અથડાતા દ્વારકા તાલુકાના મિઠાપુર ગામ લોકગાયક રમેશ દૂધરેજીયાનું મૃત્યુ…

Gujarat Others

રાજ્યમાં દિનપ્રતિ દિન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે અવી છે. આ ઘટના દ્વારકાની છે જ્યાં  ખંભાળિયા હાઇવે ચરકલા હાઇવે રોડ પર વહેલી સવારે કાર વડલા સાથે અથડાતા દ્વારકા તાલુકાના મિઠાપુર ગામ લોકગાયક રમેશ દૂધરેજીયાનું મૃત્યુ થતાં શોકની લાગણી ફરી વળી છે.

મળતી માહિતી અનુસાર, દ્વારકા તાલુકાના મિઠાપુર ગામે રહેતા ગાયક કલાકાર રમેશભાઇ નારણદાસ દૂધરેજિયા ભાણવડ અને ધોરાજી ગામેથી પ્રોગ્રામ પુરો કરી કાર લઇ પોતાના ગામ મીઠાપુર જતા હતા ત્યારે સવારે દ્વારકા ખંભાળિયા હાઇવે ચરકલા રોડ પર પહોચતા ત્યાં હાઇવે ટચ આવેલ એક વડલાના ઝાડ સાથે કાર જોરદાર અથડાતા કારના આગળના ભાગનો ડુચો બોલી ગયો હતો.

ઉલ્લેખીનીય રમેશભાઇ લોહી લુહાણ હાલતમાં નજરે પડેલ હતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ દ્વારકા 108ને ફોન કરતા તુરંત ઘટના સ્થળે પહોચી હતી. જે બાદ તેમને  દ્વારકા સરકારી હોસ્પીટલે લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ રમેશભાઇનું રમોત થયુ હતું. અકસ્માતની જાણ થતા દ્વારકા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ આરંભી છે.

બ્લેક બિકીની પહેરી પુલમાં ઉતરી હિના ખાન, અભિનેત્રીની સુંદરતા જોઈ ચાહકો થયા દીવાના

એરિકા ફર્નાન્ડિઝ અને હર્ષદ ચોપડાનું ‘જુદા કર દિયા’ સોંગ રિલીઝ, જુઓ

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાને ડ્રગ્સ સપ્લાય કરનાર પૈડલરની કરાઈ ધરપકડ, 2.5 કરોડનું મળ્યું ડ્રગ્સ

તમિલ ટીવી અભિનેત્રી વીજે ચિત્રાએ કરી આત્મહત્યા, હોટલના બાથરૂમમાં…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…