ગાંધીનગર/ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે છઠ્ઠા તબક્કામાં ૩૯ MOU સાથે કુલ ૧૩૫ MOU થયા

આ MOU દ્વારા રાજ્યમાં આવનારા રોકાણો તથા ઉદ્યોગોને પરિણામે ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રામાં પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં નવી ગતિ આવશે.

Gujarat

દર સોમવારે ગુજરાત સરકાર વાઇબ્રન્ટ સમિટના  પ્રિ ઈવેન્ટ હેઠળ વિવિધ કંપનીઓ સાથે એમઓયુ કરે છે. આવતા સોમવારથી જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો  પ્રારંભ થવાનો છે. ત્યારે આજે છઠ્ઠા અને છેલ્લા તબક્કાના એમઓયુ કરાયા. અગાઉના ઉદ્યોગો સાથે કરોડોના એમઓયુપર હસ્તાક્ષર થયા છે. જેનાથી ગુજરાતમાં રોકાણ અને યુવાઓ માટે રોજગારીની તક ઉભી થશે.

શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ આ MOU સંબંધિત રોકાણકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા.આ સૂચિત રોકાણો માટેના જે ૩૯ એમ.ઓ.યુ થયા તેમાં ગુજરાત જલ સેવા તાલીમ સંસ્થાએ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ માટેના, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વચ્ચે ફોરેન્સીક સાયન્સ રિલેટેડ પ્રોગ્રામ તેમજ સ્કીલ્ડ હ્યુમન રિસોર્સિસના સ્ટ્રેટેજિક MOU થયા હતા.

આ પણ  વાંચો:National / ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ FB પોસ્ટ પર લખ્યું, -વધતા દરિયાઈ સ્તર  તોફાન-પૂરથી ટાપુઓને ખતરો

ઉદ્યોગ ક્ષેત્રે રોકાણો ઉપરાંત રાજ્યની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને પંચમહાલ-ગોધરા મહીસાગર જિલ્લા પોલીસ વચ્ચે પોલીસ સ્ટાફના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય અને જાહેર વહીવટ તેમજ કાનૂની ક્ષેત્રે સ્કીલ ડેવલપમેન્ટના MOU થયા હતા.આ ઉપરાંત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર ફોર સસ્ટેઇનેબલ એનર્જી અને ટેક્નોલોજી રિસર્ચ માટેના MOU તથા સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા સરકારી પોલિટેકનીક તથા ડિગ્રી ઇજનેરી કોલેજોના વિદ્યાર્થીઓને તાલીમ કાર્યક્રમના MOU થયા હતા.

આ સ્ટ્રેટેજિક MOU ઉપરાંત કેપ્ટીવ જેટી પ્રોજેક્ટ, કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ, રાજ્યમાં પ્રથમ લિથીયમ રિફાઇનરી વિકસાવવાના, ગ્રીન રિન્યુએબલ હાઇડ્રોજન ફેસેલીટી માટેના, જંતુનાશક ઇન્ટરમીડીયેટસ, સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ પ્લાન્ટ, નેનો સેટેલાઇટ માટે સંશોધન કેન્દ્ર વગેરેના MOU પણ થયા હતા.

આ  પણ  વાંચો:ભર શિયાળે ચોમાસું / સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં બુધ-ગુરૂમાં ફરી માવઠાની આગાહી…

.