ગુજરાત/ લિફ્ટમાં માથું ફસાઈ જતા કિશોરનું થયું મોત, રજા માણવા આવ્યોને મળ્યું મોત

સુરતમાં માતા-પિતા માટે ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો છે. ખટોદરા વિસ્તારમાં લીફ્ટમાં માથું ફસાઈ જતા 12 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું હતું, વેકેશન હોવાથી રજા માણવા સુરત આવ્યો હતો ને મોત મળ્યું

Top Stories Gujarat Surat

@ પૂજા નિષાદ

સુરતમાં માતા-પિતા માટે ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો છે. ખટોદરા વિસ્તારમાં લીફ્ટમાં માથું ફસાઈ જતા 12 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું હતું, વેકેશન હોવાથી રજા માણવા સુરત આવ્યો હતો ને મોત મળ્યું.

મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશાના ગંજામનો વતની અને હાલ વેડ રોડ ખાતે રહેમતનગરમાં રહેતા રામચંદ્ર શાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારનુ ગુજરાન ચલાવે છે. રામચંદ્ર શાહુના સંતાન પૈકી રાકેશ વતનમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. મહિના પહેલા તે વેકેશનની રજા માણવા માટે વતનથી સુરત પિતા પાસે આવ્યો હતો. તેમજ બે દિવસ પહેલા રાકેશ ભટાર ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતી પોતાના સંબંધીના ઘરે આવ્યો હતો. ગુરુવારે સાંજના સમયે રાકેશ અમરદીપ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં 7માં માળે જઈ રહ્યો હતો. ત્યારે વચ્ચે લિફ્ટમાં તેનુ માથું ફસાઈ ગયું હતું. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદના ગઢડામાં બેન્ક ઓફ બરોડામાં ખેડૂતોનો હોબાળો

આ પણ વાંચો: મોટા વરાછા વિસ્તારમાં વેપારીઓએ કર્યો વિરોધ, NOC મળ્યા બાદ પણ નથી ખોલ્યા દુકાનોના સીલ

આ પણ વાંચો: વડોદરામાં ‘નલ સે જલ’ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશઃ 27 કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ

આ પણ વાંચો: સુરતમાં હાઈકોર્ટના કડક વલણ બાદ 250 જેટલી શાળાઓને કરાઇ સીલ