US-Iran Peace Deal Update: અમેરિકાની શરતો પર યુદ્ધવિરામ થયાના ગણતરીના કલાકોમાં જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વિશ્વભરને ચોંકાવતું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાનમાં શાસન પરિવર્તનની પ્રક્રિયા ખૂબ જ સફળ રહી છે અને હવે અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે. જોકે, તેમણે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને હથિયાર સપ્લાય કરનારા દેશો માટે કડક ચેતવણી પણ આપી છે.
પરમાણુ “ડસ્ટ” સાફ કરવાની તૈયારી:Trump
ટ્રમ્પે (Trump)પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ સોશિયલ’ પર લખ્યું કે, ઈરાન હવે યુરેનિયમનું સંવર્ધન કરી શકશે નહીં. અમેરિકા અને ઈરાન સાથે મળીને જમીનમાં દટાયેલી તમામ પરમાણુ સામગ્રીને બહાર કાઢીને હટાવી દેશે. ટ્રમ્પના મતે, આ આખી પ્રક્રિયા અત્યંત સચોટ સેટેલાઇટ દેખરેખ હેઠળ છે અને હુમલાના દિવસથી અત્યાર સુધી કંઈપણ અડવામાં આવ્યું નથી.
ટેરિફ અને પ્રતિબંધોમાં રાહતના સંકેત
ટ્રમ્પે (Trump) ઈરાન સાથેના સંબંધો સુધારવાની દિશામાં પણ વાત કરી છે:
જકાતમાં રાહત: અમેરિકા અત્યારે ઈરાન સાથે ટેરિફ (જકાત) અને પ્રતિબંધો હટાવવા અંગે વાતચીત કરી રહ્યું છે.
15 મુદ્દાઓ પર સમજૂતી: ટ્રમ્પ મુજબ, કુલ 15 મુદ્દાઓમાંથી ઘણા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે પહેલેથી જ સહમતિ સધાઈ ગઈ છે.
હથિયાર આપનારા દેશો સાવધાન!
ટ્રમ્પે જે દેશો ઈરાનને લશ્કરી શસ્ત્રો સપ્લાય કરે છે તેમના માટે ભયંકર ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો કોઈ દેશ ઈરાનને હથિયાર આપશે, તો તે દેશના અમેરિકામાં વેચાતા તમામ સામાન પર તાત્કાલિક 50% ટેરિફ લાદવામાં આવશે. આમાં કોઈને પણ મુક્તિ આપવામાં આવશે નહીં.
“ટ્રમ્પ જે કહે છે તે કરે છે”
લિન્ડસે ગ્રેહામે ટ્રમ્પના આ વલણને સમર્થન આપતા કહ્યું કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં કે શાંતિ સમજૂતીમાં અવરોધ ઊભો કરશે, તો ટ્રમ્પ (Trump) જબરદસ્ત સૈન્ય શક્તિનો ઉપયોગ કરતા પણ અચકાશે નહીં. ‘ઓપરેશન એપિક ફ્યુરી‘ દ્વારા ઈરાનનું શાસન પહેલા જ નબળું પડી ગયું છે અને હવે શાંતિ સમજૂતી જ એકમાત્ર રસ્તો છે.
આ પણ વાંચો : ઈરાનમાં સ્થિતિ હજુ પણ ગંભીર? ભારત સરકારે ભારતીયોને તાત્કાલિક દેશ છોડવા કહ્યું
આ પણ વાંચો : ઈરાનનો માસ્ટરપ્લાન, હોર્મુઝ પર વસૂલશે ટોલ ટેક્સ; અમેરિકા-ઈઝરાયેલના જહાજો પર પ્રતિબંધથી ખળભળાટ
આ પણ વાંચો : અમેરિકા-ઈરાન જંગમાં યુદ્ધવિરામ, ભારતે કર્યું સ્વાગત, જાણો હોર્મુઝ સ્ટ્રેટને લઈને શું કહી મોટી વાત

