World News/ ઈરાનમાં સ્થિતિ હજુ પણ ગંભીર? ભારત સરકારે ભારતીયોને તાત્કાલિક દેશ છોડવા કહ્યું

તેહરાનમાં ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા Indians માટે નવી એડવાઈઝરી જારી કરી છે. અમેરિકા-ઈરાન સીઝફાયર છતાં સુરક્ષાની અનિશ્ચિતતાને જોતા ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડવા જણાવાયું છે.

Top Stories World
Indians Leave Iran News

India Advisory for Indians in Iran: અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ (Ceasefire) ની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ ભારત સરકારે એક મોટી અને કડક એડવાઈઝરી જારી કરી છે. તેહરાનમાં આવેલા ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકોને વહેલી તકે ઈરાન છોડી દેવાની ગંભીર સલાહ આપી છે.

Indians ને તાત્કાલિક ઈરાન છોડવા સૂચના 

ભારતીય (Indians)દૂતાવાસે 8 એપ્રિલ, 2026 ના રોજ જારી કરેલી નવી એડવાઈઝરીમાં જણાવ્યું છે કે:

ઈરાનમાં હાજર તમામ ભારતીય નાગરિકોએ સુરક્ષાની અનિશ્ચિતતાને જોતા તાત્કાલિક દેશ છોડી દેવો જોઈએ.

નાગરિકોને દૂતાવાસ દ્વારા સૂચવવામાં આવેલા સુરક્ષિત માર્ગોનો જ ઉપયોગ કરવા જણાવાયું છે.

કોઈપણ ભારતીયે દૂતાવાસની પૂર્વ મંજૂરી વિના આંતરરાષ્ટ્રીય જમીની સરહદ (Border) તરફ જવાનો પ્રયાસ કરવો નહીં.

Indians Leave Iran News

સીઝફાયર છતાં કેમ ડરેલું છે ભારત?

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થયો હોવા છતાં ભારત સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. તેની પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:

શંકાસ્પદ શાંતિ: સીઝફાયરની શરતોને લઈને અમેરિકા અને ઈરાન બંનેના દાવા અલગ-અલગ છે.

ઈરાનની ધમકી: યુદ્ધવિરામ બાદ પણ ઈરાને કહ્યું છે કે, “અમારી આંગળીઓ હજુ પણ ટ્રિગર પર છે.”

ઈઝરાયેલનું વલણ: ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે તે લેબનાન પર હુમલા બંધ નહીં કરે, જેનાથી સ્થિતિ ગમે ત્યારે વણસી શકે છે.

ચીન-પાકિસ્તાન ફેક્ટર: આ સીઝફાયરમાં ચીન દ્વારા પાકિસ્તાનને મધ્યસ્થી તરીકે આગળ કરવામાં આવતા ભારતની ચિંતા વધી છે.

કટોકટીના સમયે સહાય માટે હેલ્પલાઈન

ભારતીય દૂતાવાસે ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે 24×7 ઈમરજન્સી નંબર જાહેર કર્યા છે:

+989128109115

+989128109102

+989128109109

+989932179359

ઈમેલ: cons.tehran@mea.gov.in


આ પણ વાંચો :  ઈરાને અમેરિકાના 2 લડાકુ વિમાનો તોડી પાડ્યા હોવાનો કર્યો દાવો, પાયલોટને જીવતો પકડવા જાહેર કર્યું ઈનામ

આ પણ વાંચો :  ઈરાનનો માસ્ટરપ્લાન, હોર્મુઝ પર વસૂલશે ટોલ ટેક્સ; અમેરિકા-ઈઝરાયેલના જહાજો પર પ્રતિબંધથી ખળભળાટ

આ પણ વાંચો : અમેરિકા-ઈરાન જંગમાં યુદ્ધવિરામ, ભારતે કર્યું સ્વાગત, જાણો હોર્મુઝ સ્ટ્રેટને લઈને શું કહી મોટી વાત