India reaction US Iran ceasefire 2026: પશ્ચિમ એશિયામાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ભીષણ જંગ પર આખરે વિરામ લાગ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન (Iran)વચ્ચે થયેલા યુદ્ધવિરામનું ભારત સરકારે સ્વાગત કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરીને આ શાંતિ લાંબી ચાલે તેવી આશા વ્યક્ત કરી છે.
વિદેશ મંત્રાલયે શું કહ્યું? (MEA Statement)
ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે:
“અમે આ યુદ્ધવિરામનું સ્વાગત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેનાથી પશ્ચિમ એશિયામાં સ્થાયી શાંતિ સ્થપાશે. અમે હંમેશા ભારપૂર્વક કહ્યું છે કે તણાવ ઘટાડવો, વાતચીત અને મુત્સદ્દીગીરી જ સંઘર્ષને ખતમ કરવા માટેના જરૂરી માધ્યમો છે.”
ભારતે વધુમાં ઉમેર્યું હતું કે આ યુદ્ધને કારણે સામાન્ય લોકોએ ભારે હાડમારી ભોગવી છે અને વૈશ્વિક ઉર્જા પુરવઠો (Energy Supply) તથા વેપાર પ્રણાલીને પણ મોટું નુકસાન થયું છે.
હોર્મુઝ સ્ટ્રેટ અને વૈશ્વિક વેપાર પર ભાર
ભારતે ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ના માર્ગે થતા વેપાર અને જહાજોની અવરજવર પર ભાર મૂક્યો છે. વિદેશ મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે હવે આ મહત્વના દરિયાઈ માર્ગે કોઈપણ અવરોધ વિના વેપાર ચાલુ રહેશે, જે ભારત સહિત સમગ્ર વિશ્વ માટે ઉર્જા સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે.
ટ્રમ્પની પીછેહઠ અને Iranનો જીતનો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીભરી સ્ટ્રાઈક્સ બાદ આખરે અમેરિકા બે અઠવાડિયાના યુદ્ધવિરામ પર સહમત થયું છે. બીજી તરફ, ઈરાને આ ઘટનાને પોતાની ઐતિહાસિક જીત ગણાવી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન (Iran) પરના હુમલા બંધ થશે તો તેહરાન પણ પોતાના રક્ષણાત્મક સૈન્ય અભિયાન રોકી દેશે.
આ પણ વાંચો : ઈરાને અમેરિકાના 2 લડાકુ વિમાનો તોડી પાડ્યા હોવાનો કર્યો દાવો, પાયલોટને જીવતો પકડવા જાહેર કર્યું ઈનામ
આ પણ વાંચો : ઈરાનનો માસ્ટરપ્લાન, હોર્મુઝ પર વસૂલશે ટોલ ટેક્સ; અમેરિકા-ઈઝરાયેલના જહાજો પર પ્રતિબંધથી ખળભળાટ
આ પણ વાંચો : આજે રાત્રે એક સભ્યતા ખતમ થઈ જશે’, ઈરાન પર ટ્રમ્પનો અત્યંત આક્રમક પ્રહાર, જાણો ઈરાનની શું હાલત છે?


