America-Iran War Updates: વિશ્વ અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે આવીને ઊભું હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી અને ખતરનાક ધમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આજે રાત્રે ઈરાનની સભ્યતાનો અંત આવી શકે છે. આ નિવેદન બાદ મધ્ય પૂર્વમાં ખળભળાટ મચી ગયો છે અને ગમે તે ઘડીએ સ્થિતિ બેકાબૂ બની શકે છે.

ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી દુનિયા સ્તબ્ધ
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્લેટફોર્મ ‘ટ્રૂથ સોશિયલ’ પર એક પોસ્ટ કરીને ઈરાનને ચેતવણી આપી છે. તેમણે લખ્યું:
“એક આખી સભ્યતા આજે રાત્રે ખતમ થઈ જશે, જે ક્યારેય પાછી નહીં લાવી શકાય. હું નથી ઈચ્છતો કે આવું થાય, પણ કદાચ એવું જ થશે. 47 વર્ષના ભ્રષ્ટાચાર અને મૃત્યુનો આખરે અંત આવશે.”
ટ્રમ્પના (America )આ શબ્દો ઈરાનમાં શાસન પરિવર્તન (Regime Change) અને મોટા સૈન્ય એક્શનના સંકેત આપી રહ્યા છે.
Explosions reported in Kharg Island. pic.twitter.com/VazXgBPyHM
— Open Source Intel (@Osint613) April 7, 2026
ઈરાનના ઓઈલ હબ ‘ખાર્ગ ટાપુ’ પર મિસાઈલોનો વરસાદ
અમેરિકા (America)અને ઈઝરાયલે સાથે મળીને ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા ખાર્ગ ટાપુ (Kharg Island) પર ભીષણ હુમલા શરૂ કરી દીધા છે.
આર્થિક ફટકો: ખાર્ગ ટાપુ ઈરાનનું ઓઈલ હબ છે. અહીંના રડાર સ્ટેશન અને મિલિટરી બેઝને નિશાન બનાવીને ઈરાનની આર્થિક કમર તોડવાની તૈયારી કરવામાં આવી છે.
શહેરો પર હુમલા: તેહરાન, કોમ અને લોરેસ્તાન જેવા પ્રાંતોમાં વિસ્ફોટોના અહેવાલ છે. શાહરીયાર શહેરમાં રહેણાંક ઈમારત પર થયેલા હુમલામાં 9 લોકોના મોત થયા છે.
બ્રિજ ઉડાવ્યા: ઈઝરાયલે કાશાનમાં રેલવે બ્રિજને નિશાન બનાવ્યો છે, જેમાં જાનહાનિના અહેવાલ છે.
🎥✈️WATCH: How the IAF strikes Iranian terror regime air defense systems. pic.twitter.com/zO8zn0uB5c
— Israel Defense Forces (@IDF) April 7, 2026
ઈરાનની વળતી ધમકી: “તેલ-ગેસ માટે દુનિયાને તરસાવી દઈશું”
સામે પક્ષે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેની ‘રેડ લાઇન’ પાર કરશે, તો તેઓ માત્ર મધ્ય પૂર્વમાં જ નહીં, પણ તેની બહાર જઈને પણ હુમલા કરશે. ઈરાને પશ્ચિમી દેશોને તેલ અને ગેસનો પુરવઠો રોકી દેવાની ધમકી આપી છે, જે વૈશ્વિક સ્તરે મોટું આર્થિક સંકટ સર્જી શકે છે.
6 અઠવાડિયાથી ચાલી રહ્યું છે America-ઈરાન યુદ્ધ
ઈરાન અને અમેરિકા (America)વચ્ચેના આ યુદ્ધને હવે 6 અઠવાડિયાનો સમય વીતી ગયો છે. ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ બાદ એક્શનમાં આવેલી અમેરિકન સેનાએ હવે આરપારની લડાઈ શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. આજે રાત્રે શું થશે, તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
આ પણ વાંચો : ઈરાને અમેરિકાના 2 લડાકુ વિમાનો તોડી પાડ્યા હોવાનો કર્યો દાવો, પાયલોટને જીવતો પકડવા જાહેર કર્યું ઈનામ
આ પણ વાંચો : ઈરાનનો માસ્ટરપ્લાન, હોર્મુઝ પર વસૂલશે ટોલ ટેક્સ; અમેરિકા-ઈઝરાયેલના જહાજો પર પ્રતિબંધથી ખળભળાટ
આ પણ વાંચો : પાકિસ્તાન મધ્યસ્થી નથી માત્ર જગ્યા આપી રહ્યું છે, ઈરાન-અમેરિકા જંગ પર પૂર્વ RAW ચીફ વિક્રમ સૂદનું નિવેદન
