Not Set/ #DelhiAssemblyElection2020/ અનુરાગ ઠાકુરની રેલીમાં ‘દેશદ્રોહીઓને ગોળી મારો..’ નાં નારા લાગ્યા

તમામ પક્ષો દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન ભાજપના નેતા અને કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરની એક રેલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિવાદિત નારાઓ સંભળાય છે. વીડિયોમાં અનુરાગ ઠાકુર મંચ પરથી સૂત્રોચ્ચાર કરતા સાંભળવામાં આવે છે કે ‘દેશના દેશદ્રોહીઓ…. જે પછી સ્ટેજની સામે હાજર લોકો ‘ગોળી મારો …’ કહે […]

Top Stories Gujarat Assembly Election 2022 India

તમામ પક્ષો દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન ભાજપના નેતા અને કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરની એક રેલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિવાદિત નારાઓ સંભળાય છે.

વીડિયોમાં અનુરાગ ઠાકુર મંચ પરથી સૂત્રોચ્ચાર કરતા સાંભળવામાં આવે છે કે ‘દેશના દેશદ્રોહીઓ…. જે પછી સ્ટેજની સામે હાજર લોકો ‘ગોળી મારો …’ કહે છે.

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરની રેલીનો આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસે નિશાન સાધ્યું છે. ‘અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ’ એ ટ્વીટ કર્યું છે કે, ભાજપ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું ધ્રુવીકરણ કરવા માટે તલપાપડ છે.

કોંગ્રેસે એક ટ્વીટમાં લખ્યું છે કે અનુરાગ ઠાકુર આજે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. “દેશના દ્રોહીઓને ગોળી મારો….”નાં લાગતા નારા નાં સંદર્ભમાં મહિલા કોંગ્રેસે પૂછ્યું છે કે, શું ચૂંટણી પંચ અનુરાગ ઠાકુર વિરુદ્ધ કાર્યવાહી કરશે?

આપને જણાવી દઈએ કે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર પાર્ટી વતી રિઠલા વિધાનસભાના ઉમેદવાર મનીષ ચૌધરીના પ્રચાર માટે દિલ્હી આવ્યા હતા. આ સમય દરમિયાન, આ વિવાદિત સૂત્ર બહાર આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.