Fraud/ સરકારી નોકરીનાં નામે ઠગાઇ, ચાર હજાર જેટલા લોકો પાસેથી 14 લાખ ખંખેરી લીધા

સરકારી નોકરીની ખોટી જાહેરાત આપીને ચાર હજાર જેટલા લોકો પાસેથી 14 લાખ જેટલી માતબર રકમ વસૂલનાર રાજકોટના યુવકની સાયબર ક્રાઇમ ધરપકડ કરી

Top Stories Gujarat Others Uncategorized
  • સરકારી નોકરીના નામે યુવાનો સાથે થગાઇ
  • છાપામાં જાહેરાત આપી પડાવ્યા લાખો રૂપિયા
  • સાયબર ક્રાઇમે રાજકોટના યુવકની કરી ધરપકડ
  • 4 હજાર યુવાનો પાસેથી પડાવ્યા 14 લાખ રૂપિયા

@ ભાવેશ રાજપુત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

સરકારી નોકરીની ખોટી જાહેરાત આપીને ચાર હજાર જેટલા લોકો પાસેથી 14 લાખ જેટલી માતબર રકમ વસૂલનાર રાજકોટના યુવકની સાયબર ક્રાઇમ ધરપકડ કરી છે કઈ રીતે આ શખ્સે અનેક લોકોને ચૂનો લગાવ્યો તે જાણવું એટલા માટે પણ જરુરી છે કે, આવા ચાલબાઝોના ચુંગલમાં આપણે પણ ક્યારેક ન આવી જાઇએ…

ગુજરાતના જાણીતા અખબારમાં ગુજરાત એમ્પ્લોયમેન્ટ સર્વિસ covid-19 અનુસંધાને ઘરે બેસીને કરી શકાય તેવી નોકરીઓની જાહેરાત આપવામાં આવી હતી જેમાં ફોર્મ અને ઓનલાઈન ભરવાના નામે ગુજરાતના લોકો સાથે ઠગાઇ હોવાનું સામે આવ્યું છે આ જાહેરાતમાં વ્યવસાય વિકાસ અધિકારી ગ્રાહક સેવા અધિકારી જિલ્લા અધિકારી કોમ્પ્યુટર ઓપરેટર ડેટા એન્ટ્રી ઓપરેટર અને રાઇટર જેવી સરકારી 2520 જગ્યાઓ માટેની જાહેરાત આપવામાં આવી હતી આ જાહેરાત દ્વારા ગુજરાતના ચાર હજાર જેટલા લોકો 315 રૂ ફી લેખે 14 લાખ રૂપિયા વસુલવામાં આવ્યા હતા આ બાબતની જાણ સાયબર ક્રાઈમને થતાં જ સાયબર ક્રાઇમ આ જાહેરાત આપનાર ઈસમની ધરપકડ કરી હતી

સચિન પંડ્યા નામના રાજકોટના યુવકની ધરપકડ કરી અને તેની સાથે આ ગુનાહિત કાવતરા માં અન્ય કેટલા લોકો જોડાયેલા છે તે બાબતે તપાસ ચાલી રહી છે તેમજ આ જાહેરાત આપનાર રઘુવીરસિંહ સરવૈયાની પણ તપાસ ચાલુ છે પકડાયેલો આરોપી ધોરણ ૧૨ સુધીના અભ્યાસ કરેલો તેમજ રાજકોટ અને ગાંધીનગરમાં ઓફિસ ધરાવી ગેરકાયદેસર કામગીરી કરતું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે..

પકડાયેલા આરોપીનું આયોજન હતુ કે તમામ લોકો જેઓએ આ નોકરી માટે ફોર્મ ભર્યા છે તેઓની પાસે અલગ અલગ રીતે પૈસા પડાવાય પરંતુ સાયબર ક્રાઇમના સંકજામાં આવતા હાલતો આ આરોપીના તમામ આયોજનો નીષ્ફળ ગયા છે.