Vadodara/ દુબઇનાં શખ્સનાં નામે ફોન કરી 5 કરોડની માંગી ખંડણી, પછી થયું આવું…

વડોદરાના નિવૃત્ત કર્મચારી પાસે દુબઈના વ્યક્તિના નામે ફોન કરી ઇન્દોરના ત્રણ શખ્સોએ 5 કરોડની ખંડણી માંગતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. પોલીસે ખંડણીના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી…

Top Stories Gujarat Vadodara
Ransomware Attack on Vadodara Pharma Company, Hackers demanded a bitcoin ransom
વડોદરાના રેસકોર્સ સર્કલ પાસે આવેલી અભિષેક કોલોનીમાં રહેતા 60 વર્ષીય કલ્પેશભાઈ પટેલ નિવૃત્ત જીવન ગુજારે છે, 5 સપ્ટેમ્બરના રોજ તેમને ફોન આવ્યો કે “હું ફકરૂદ્દીન જોરાવાલા ઇન્દોર થી બોલું છું મારે તમને મળવું છે.” જેનો કલ્પેશભાઈ ઇનકાર કરતા અવાર નવાર ફોન આવ્યા હતા.
દરમિયાન ૧૪મી ઓક્ટોબર ના રોજ તેઓ આણંદ પાસે આવેલ વઘાસી ગામ સુર મંદિર પાસે આવેલી સગાની ઓફિસે ગયા હતા. તે સમયે અચાનક ફકરૂદ્દીન જોરાવાલા, હબીબભાઈ, કૃતાબ ભાઈ ઘસી આવ્યા હતા. તમામ આરોપીઓ એ કહ્યું કે અમે ઇન્દોરથી આવ્યા છે.
વડોદરામાં તમારા ઘરથી પણ જાણકારી છે અમે દુબઈથી જોહરભાઈ અબ્બાસીના રૂપિયા વસૂલ કરવા આવ્યા છીએ. તમારી જે કોઈ મિલકત હોય તે તેના નામ ઉપર કરી દો અને તાત્કાલિક પાંચ કરોડ રૂપિયાની એક દિવસમાં વ્યવસ્થા કરો આવતીકાલે દુબઈથી ફોન આવશે એટલે પૈસા લેવા આવીશું તેમ કહી નાસી છૂટયા હતા.
ત્રણ શખ્સોએ કરોડોની ખંડણી માંગતા ફરિયાદી કલ્પેશ પટેલ  બીજા દિવસે વકીલને મળવા ગયા, તેવામાં ત્રણેય આરોપીઓ ફરિયાદીના ઘરે આવી પહોંચ્યા. પરંતુ ફરિયાદી ન મળતાં વોચમેનને કહ્યું કે કલ્પેશને કહી દેજો દુબઈથી ફોન આવે તો ફોન ઉઠાવવાનો, નહીં તો તમને અને તમારા કુટુંબીજનોને ભારે પડશે. ત્યારબાદ ફરી આ ત્રણેય ઈસમો કલ્પેશભાઈના ઘરમાં ઘૂસી ગયા અને રૂપિયા પાંચ કરોડની માંગ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
કલ્પેશભાઈએ ગોત્રી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઇન્દોરના ત્રણેય શખ્સો ફકરૂદ્દીન અકબરઅલી વોરા, કુતુબુદ્દીન વોરા અને મુસ્તુફા વોરાને ઝડપી પાડયા. મહત્વની વાત છે કે ફરિયાદી કંપનીના ફાયનાન્સના કામ અર્થે અવાર નવાર દુબઈ જતા હતા તે દરમિયાન તેમનો સંપર્ક જોહરભાઈ અબ્બાસી સાથે થયો હતો.
વડોદરાના નિવૃત્ત કર્મચારી પાસે દુબઈના વ્યક્તિના નામે ફોન કરી ઇન્દોરના ત્રણ શખ્સોએ 5 કરોડની ખંડણી માંગતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. પોલીસે ખંડણીના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી. હાલમાં પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન…