Gandhinagar News/ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થશે,  ઉપાધ્યક્ષ ચૂંટણીથી લઈને અંદાજપત્ર, નવા બિલો સુધીની મહત્વની વાતો

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું 8મું બજેટ સત્ર (Budget Session) શરૂ.ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ ₹4 લાખ કરોડનું બજેટ રજૂ કરશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Budget Session

Gandhinagar News:ગુજરાતની 15મી વિધાનસભાનું આઠમું સત્ર (બજેટ સત્ર) આજે સોમવારે બપોરે 12:00 વાગ્યે ગાંધીનગર ખાતે વિધિવત શરૂ થશે. આ સત્ર રાજ્યના આર્થિક વિકાસ, નીતિગત નિર્ણયો અને કાયદાકીય સુધારાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સત્ર (Budget Session)ની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અભિભાષણથી થશે, જેમાં રાજ્ય સરકારની વિકાસ યોજનાઓ અને ભવિષ્યના રોડમેપ પર પ્રકાશ પાડવામાં આવશે.

સત્રની શરૂઆતમાં રાજ્યપાલનું સંબોધન અને તે અંગે આભાર પ્રસ્તાવની રજૂઆત કરાશે. સાથે જ રાજ્યના પૂર્વ મંત્રીઓ તેમજ વર્તમાન/ભૂતપૂર્વ વિધાનસભ્યોના અવસાન અંગે શોક વ્યક્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસ્તાવ રજૂ કરશે.સત્ર (Budget Session)માં ભાજપ તરફથી પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મંત્રી જીતુ વાઘાણી રજૂ કરશે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારના નામનો પ્રસ્તાવ ધારાસભ્ય દિનેશ ઠાકોર રજૂ કરશે. ભાજપના બહુમતને કારણે પૂર્ણેશ મોદીની જીતની શક્યતા વધુ છે.

સત્ર (Budget Session) દરમિયાન વિવિધ વિભાગોના 2024-25ના વાર્ષિક અહેવાલો, હિસાબો, ઓડિટ અહેવાલો તેમજ સરકારી કંપનીઓ/નિગમોના કારોબારી અહેવાલો રજૂ કરવામાં આવશે. જેમાં ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ (GMDC), ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC),આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગનો સમાવેશ કરવામાં આવશે.

સત્ર (Budget Session) દરમિયાન UCC સહિત અન્ય 7 બિલ રજૂ થવાની શક્યતા

આ ઉપરાંત અનુમતિ મેળવેલા વિધેયકો પણ મેજ પર મુકવામાં આવશે, જેમાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક જેવા મહત્વના બિલનો સમાવેશ થઈ શકે છે.રાજ્યનું 2026-27નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવશે.આ બજેટ 3.90 થી 4.10 લાખ કરોડનું હોવાની અપેક્ષા છે અને તેને “ઐતિહાસિક” ગણવામાં આવી રહ્યું છે.સત્ર 25 માર્ચ 2026 સુધી ચાલશે, જેમાં 38 દિવસમાં 26 બેઠકો યોજાશે.સત્ર (Budget Session) દરમિયાન UCC સહિત અન્ય 7 બિલ રજૂ થવાની શક્યતા છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.


આ પણ વાંચોઃગુજરાત સરકારે ગ્રામજનો માટે લીધો મોટો નિર્ણય, 67 પ્રકારના પ્રમાણપત્ર પંચાયત કાઢી આપશે

આ પણ વાંચોઃભારતીય વણકરોને કેવી રીતે મળશે વિશ્વનું સૌથી મોટું બજાર, હેન્ડલૂમ સેક્ટરમાં ઝડપી વિકાસની જરૂર

આ પણ વાંચો:વિદ્યાર્થીઓ માટે નોબેલ પ્રાઈઝ પ્રેરણા: GUJCOST અને IITEનું અનોખું વિજ્ઞાન અભિયાન