India News: 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ ખર્ચમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે સરકારની સુરક્ષા પ્રત્યેની પ્રાથમિકતા દર્શાવે છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સર્વોચ્ચ છે અને દેશની સરહદોની રક્ષા માટે સજ્જ અને સશક્ત સેનાનું નિર્માણ કરવું સમયની જરૂરિયાત છે.
પીએમ મોદી (PM Modi) એ વધુમાં જણાવ્યું કે તેમની સરકાર દેશના સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકાર સંરક્ષણ દળો સાથે દૃઢતાથી ઉભી છે અને તેમને આધુનિક, સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે જરૂરી દરેક પગલું ભરવામાં આવશે.
મોદી સરકારનો ડિફેન્સ પર ફોકસ
પીએમ મોદી (PM Modi) કહ્યું કે તેમની સરકાર સંરક્ષણ દળો પ્રત્યે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને તે પ્રતિબદ્ધતા કાર્યરૂપે સાબિત પણ કરી છે. તેમણે જણાવ્યું કે હાલની વૈશ્વિક અને સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં લેતા દેશની સુરક્ષા મજબૂત બનાવવી સરકારની પ્રાથમિક ફરજ છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે આ જ કારણ છે કે સંરક્ષણ બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ માટે ભારત સરકારે સંરક્ષણ બજેટ ₹6.81 લાખ કરોડમાંથી વધારીને ₹7.85 લાખ કરોડ સુધી કર્યું છે.

સરકારના મતે, આ વધારો સશસ્ત્ર દળોની આધુનિકીકરણ પ્રક્રિયા, નવી ટેકનોલોજી (Technology) ખરીદી અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવવાના પ્રયાસોને ગતિ આપશે.
પાકિસ્તાન (Pakistan) સાથે બીજા યુદ્ધ વિશે તેમણે શું કહ્યું?
જ્યારે પીએમ મોદી (PM Modi) ને પુછવામાં આવ્યુ કે, ઓપરેશન સિંદૂર (Operation Sindoor) ની સફળતા અને તેના અનુભવોને ધ્યાનમાં રાખીને શું સંરક્ષણ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે? તેમજ પાકિસ્તાન સાથે ફરી યુદ્ધ થવાની શક્યતા કેટલી હદ સુધી વાસ્તવિક છે?
ત્યારબાદ જવાબમાં પીએમ મોદી (PM Modi) એ સ્પષ્ટ કર્યું કે તેમની સરકારનો અભિગમ શરૂઆતથી જ એકદમ સાફ રહ્યો છે, દેશની સુરક્ષા માટે જે પણ જરૂરી પગલાં લેવા પડે તે લેવામાં આવશે. તેમણે કહ્યું કે સમગ્ર દેશને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર ગર્વ છે.
સશસ્ત્ર દળોએ બતાવેલી બહાદુરી અને સમર્પણ વખાણવા લાયક છે. આ સફળતા માત્ર લશ્કરની ક્ષમતા જ નહીં, પરંતુ છેલ્લા દસ વર્ષમાં અમલમાં મૂકાયેલા સુરક્ષા સુધારાઓનું પ્રતિબિંબ પણ છે.
બજેટ 2026 પર શું છે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના વિચારો
પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે તેમની સરકારનું બજેટ ફક્ત એક સરળ હિસાબી દસ્તાવેજ નથી, પરંતુ દેશના ભવિષ્ય માટે દિશા નિર્ધારિત કરે છે. લાલ કિલ્લાના પ્રાચીર પરથી તેમના જૂના સંદેશ, “આ સમય છે, યોગ્ય સમય છે” ને યાદ કરતા તેમણે કહ્યું કે તેમની સરકાર હંમેશા “હવે સમય છે” ની લાગણી રાખતી રહી છે. તેમણે કહ્યું કે આજે આ ભાવના ફક્ત સરકાર સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રની સામૂહિક પ્રતિબદ્ધતા બની ગઈ છે. દેશમાં એક નવો વિશ્વાસ જોવા મળી રહ્યો છે.
પીએમ મોદી (PM Modi) ના યુવાનો માટેના વિચાર
પીએમ મોદી (PM Modi) એ કહ્યું, “વિવિધ પડકારોના આ યુગમાં પણ, આપણા રાષ્ટ્રીય ચારિત્ર્યએ પોતાની શક્તિ બતાવી છે, અને આપણે મુશ્કેલ વૈશ્વિક પરિસ્થિતિઓમાં પણ પ્રગતિનું એક ચમકતું ઉદાહરણ છીએ.”
તેમણે ઉમેર્યું, “આપણી પાસે યુવા અને કુશળ વસ્તી છે અને અમે ઓછી ફુગાવા અને મેક્રો ઇકોનોમિક સ્થિરતા સાથે મજબૂત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આપણા યુવાનો અવકાશ, રમતગમત અને સ્ટાર્ટઅપ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે.
