Ahmedabad News/ અમદાવાદ સાથે વડોદરાની 25 શાળાઓને ફરી મળી બોમ્બની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોડ તૈનાત

વડોદરા અને અમદાવાદની 7 શાળાઓને ઈમેલથી બોમ્બ ધમકી (Bomb Threat). પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક તૈનાત; શાળાઓ ખાલી કરાવાઈ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Bomb Threat

Ahmedabad News: અમદાવાદની ચાર શાળાઓને આજે ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.વડોદરાની પ્રખ્યાત ડી.આર. અમીન, ઉર્મિ અને નાલંદા શાળાઓને પણ ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.મકરબામાં આવેલી ડીએવી ઈન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરમાં આવેલી એશિયા સ્કૂલ અને અમદાવાદ શહેરના સેટેલાઇટમાં આવેલી એ વન સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) મળી છે.ઈમેલમાં મોદી અને શાહને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમાં લખ્યું હતું કે, “ગુજરાત ખાલિસ્તાન બની જશે, ભારતના ટુકડા થઈ જશે.”

ધમકી મળતાં જ ફાયર અને પોલીસની ટીમો તાત્કાલિક શાળામાં પહોંચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ શાળાની તપાસ કરી રહી છે. હાલમાં, ધમકી (Bomb Threat) મળેલી શાળાને ખાલી કરાવવામાં આવી રહી છે.વડોદરામાં ઈમેલ મળતાં, શાળાના સંચાલકોએ સતર્કતા સાથે પ્રતિક્રિયા આપી અને તાત્કાલિક બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલી દીધા. સાવચેતી રૂપે, ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી.

બોમ્બની ધમકી (Bomb Threat) મળતા તપાસ તેજ 

બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા શાળાઓની તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયર અને પોલીસની ટીમો તાત્કાલિક શાળાઓમાં પહોંચી ગઈ છે. હાલમાં, શાળાઓ ખાલી કરાવવામાં આવી છે, અને વાહનો અને શાળા કેમ્પસની તપાસ કરવામાં આવી રહી છે. સાવચેતી રૂપે, વડોદરાની ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવવામાં આવી છે. એવી આશંકા છે કે અન્ય શાળાઓને પણ ધમકીઓ (Bomb Threat) મળી છે.

અમદાવાદમાં 7 શાળાઓ

વડોદરાની 10 શાળાઓ

DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા ડી.આર. અમીન, વાસણા રોડ
એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર ઊર્મી, સમસાવલી
એ વન સ્કૂલ, સેટેલાઇટ નાલંદા, વાઘોડિયા રોડ
અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણનગર બરોડા હાઈસ્કૂલ, બગીચા, નવયુગ, સમા
સંત કબીર, નવરંગપુરા જીવન સાધના, નાગરવાડા,  AWS, ડભોઇ
સિલ્વર બેલ સ્કૂલ, બાપુનગર શાનેન, ખોડીયારનગર, GPS સ્કૂલ, વાઘોડિયા
તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોપલ બ્રાઈટ ડે સ્કૂલ, વાસણા
SGVP ગુરુકુળ સ્કૂલ આત્મીય વિધાલય
એ.જી. હાઈસ્કુલ નવરંગપુરા ડોન બોસ્કો, મકરપુરા રોડ
જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ બીલાબોંગ, વડસર
દિવાન બલ્લુભાઈ ઓકઝીલિયમ, સુસેન સર્કલ
સી.એન વિધાલય જેનીથ સ્કૂલ, પ્રતાપનગર
વિજયનગર સ્કૂલ અમેરિકન સ્કૂલ, કપુરાઇ
ખાલસા લિટલ સ્કૂલ બાપુનગર ગ્રીન વેલી સ્કૂલ, ભીમપુરા
જીવીબા સ્કૂલ, ઘોડાસર

આ પહેલા એરપોર્ટ પર બોમ્બથી હુમલો કરવાની ધમકી બાદ, ગ્રામ્ય કોર્ટને નિશાન બનાવીને આવી જ ધમકી આપવામાં આવતા અમદાવાદ શહેરમાં ભય ફેલાયો હતો. પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ ગ્રામ્ય કોર્ટમાં પહોંચી હતી. માહિતી અનુસાર એક અજાણ્યા વ્યક્તિએ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) આપી હતી. તે વ્યક્તિએ એક ઇમેઇલ મોકલ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એરપોર્ટના સામાન વિભાગમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને તે વિસ્ફોટ થશે.


આ પણ વાંચો: અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલને પગલે ગુનો દાખલ

આ પણ વાંચો:અમદાવાદ પોલીસે 15મી ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાને પકડ્યો

આ પણ વાંચો: વડોદરા કલેક્ટર કચેરીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી