Not Set/ કમલ હસને હિંદુને બતાવ્યો આઝાદ ભારતનો પહેલો આતંકી, શું છે કારણ જાણો

લોકસભા ચૂંટણીનાં હવે છ ચરણ પૂર્ણ થઇ ગયા છે. અંતિમ ચરણ 19 એપ્રિલનાં રોજ થશે. જે પહેલા નેતાઓ બેફામ બોલ સાથે એકબીજા ઉપર આક્ષેપો લગાવી રહ્યા છે. કોઇને કોઇ વિવાદિત નિવેદન તમે રોજ સાંભળતા હશો, જેમા હવે એક નવુ નિવેદન સામે આવ્યુ છે. તમિલનાડુમાં એક જનસભાને સંબોધિત કરતા સાઉથનાં સુપર સ્ટાર અને હાલમાં નેતા બનેલા […]

Top Stories India Politics

લોકસભા ચૂંટણીનાં હવે છ ચરણ પૂર્ણ થઇ ગયા છે. અંતિમ ચરણ 19 એપ્રિલનાં રોજ થશે. જે પહેલા નેતાઓ બેફામ બોલ સાથે એકબીજા ઉપર આક્ષેપો લગાવી રહ્યા છે. કોઇને કોઇ વિવાદિત નિવેદન તમે રોજ સાંભળતા હશો, જેમા હવે એક નવુ નિવેદન સામે આવ્યુ છે. તમિલનાડુમાં એક જનસભાને સંબોધિત કરતા સાઉથનાં સુપર સ્ટાર અને હાલમાં નેતા બનેલા કમલ હસને કહ્યુ, અહી મુસલમાનો હાજર છે, હુ એટલે તે બોલી રહ્યો નથી. પરંતુ આઝાદ ભારતમાં પહેલા આતંકવાદી હિંન્દુ જ હતો, જે નાથૂરામ ગોડસે હતો.

લોકસભા ચૂંટણી 2019માં રોજગારી, શિક્ષણ, હેલ્થ જેવા ભૂમિગત મુદ્દાઓને પાછળ રાખી નેતાઓ કોઇ અલગ જ મુદ્દાઓ પર ભાષણો આપી રહ્યા છે અને એકબીજાને નીચા બતાવવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. જેમા હવે સાઉથ સુપર સ્ટાર કમલ હસને એન્ટ્રી કરી દીધી છે. એક્ટરથી હવે નેતા બનેલા કમલ હસને ARIVAKURICHIમાં એક જનસભાને સંબોધિત કરતા નિવેદન આપ્યુ કે, આઝાદ ભારતમાં પહેલો આતંકી હિંન્દુ જ હતો. સાથે તેમણે કહ્યુ કે, તે કોઇ અન્ય નહી પણ નાથૂરામ ગોડસે હતો. આ ચૂંટણીમાં આતંકવાદનો મુદ્દો તેના ચરણ પર છે. કમલ હસને કહ્યુ કે, તેની શરૂઆત ત્યારે જ થઇ ગઇ હતી, જ્યારે નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી દીધી હતી.