Surat News: સુરત જિલ્લાના પલસાણા તાલુકા નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સરકારી બોલેરો ગાડી ગંભીર અકસ્માત (Palsana Expressway Accident)નો ભોગ બની હતી. અકસ્માતમાં ચાર પોલીસકર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Palsana Expressway Accident: 4 પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
પ્રાપ્ત માહિતી અનુસાર, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ મુંબઈની આર્થર રોડ સેન્ટ્રલ જેલમાં બે આરોપીઓને સોંપીને સરકારી બોલેરો ગાડીમાં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન પલસાણા નજીક એક્સપ્રેસ-વે પર અચાનક સામે આવેલા સિમેન્ટ ગર્ડરને બચાવવાનો પ્રયાસ કરતાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

કાબૂ ગુમાવતાં બોલેરો રોડની બાજુમાં આવેલી લોખંડની સુરક્ષા રેલિંગ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ડ્રાઈવર સાઇડનું આગળનું ટાયર પણ તૂટીને અલગ પડી ગયું હતું.આ અકસ્માત (Palsana Expressway Accident)માં એએસઆઈ ભગીરથસિંહ રાણા, કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિશાલ સોલંકી અને ડ્રાઈવર છાત્રપાલસિંહને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ અને સ્થાનિક તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.

ચારેય ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.પલસાણા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અકસ્માત (Palsana Expressway Accident)નું ચોક્કસ કારણ અને અન્ય પરિસ્થિતિઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સુરતમાં BRTS બસમાં ભીડ વચ્ચે અકસ્માત, 3 મુસાફરો પટકાયા
આ પણ વાંચો:સુરતમાં જગન્નાથ દર્શને જતી કોલેજિયન યુવતીનું ટ્રક અકસ્માતમાં મોત, એક ગંભીર ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:સુરતમાં 108 એમ્બ્યુલન્સ અકસ્માત બાદ દર્દીની હાલત ગંભીર, પરિવારનો ડ્રાઈવરની બેદરકારીનો આરોપ
