ઉપગ્રહો લોન્ચ/ 5 વર્ષમાં ભારતે જીતી લીધું આકાશ, ISROએ અંતરિક્ષમાં લખ્યું હિંદુસ્તાન…હિન્દુસ્તાન

અવકાશમાં લહેરાતા ભારતના આ ધ્વજએ સમગ્ર આકાશને જીતી લીધું છે, જ્યાં માત્ર હિન્દુસ્તાન… હિન્દુસ્તાન અને હિન્દુસ્તાન જ દેખાય છે.

Top Stories World
અંતરિક્ષમાં

છેલ્લા 5 વર્ષના ઈતિહાસમાં ભારતે અવકાશ ક્ષેત્રે ઝડપી પ્રગતિ કરી છે. વર્ષ 2017 થી 2022 દરમિયાન ભારતે અવકાશમાં મોટી છલાંગ લગાવી છે. આ દરમિયાન ભારતે 19 દેશોમાંથી 177 વિદેશી ઉપગ્રહો લોન્ચ કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. જેના કારણે અંતરિક્ષમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ઈન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ અવકાશમાં દેશના નવા યુગની ધમાકેદાર શરૂઆત કરી છે. ઈસરોના આ પરાક્રમને આખી દુનિયા સલામ કરી રહી છે. અવકાશમાં લહેરાતા ભારતના આ ધ્વજએ સમગ્ર આકાશને જીતી લીધું છે, જ્યાં માત્ર હિન્દુસ્તાન… હિન્દુસ્તાન અને હિન્દુસ્તાન જ દેખાય છે.

અવકાશ સંસ્થા ISRO એ તેના તમામ ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) મિશનમાંથી વિદેશી ઉપગ્રહો લોન્ચ કરીને લગભગ 9.4 કરોડ ડોલર અને 46 મિલિયન યુરોનું વિદેશી હૂંડિયામણ મેળવ્યું છે. તેનાથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં પણ મદદ મળી છે. આ માટે ભારત સરકારે વર્ષ 2017 થી 22 માટે લગભગ 55 હજાર કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું હતું. ભારત સરકારે અવકાશ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને ટેકો આપવા માટે ઇન-સ્પેસ ડિજિટલ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપ્યું. તો હવે આ સાઈટ 111 સ્પેસ સ્ટાર્ટઅપ સાથે જોડાઈ ગઈ છે.

આ દેશોના સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા

ISRO એ છેલ્લા પાંચ વર્ષમાં 19 દેશોમાંથી 177 વિદેશી ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. આ દેશોમાં ફ્રાન્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કોલંબિયા, ફિનલેન્ડ, ઇઝરાયેલ, ઇટાલી, જાપાન, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, મલેશિયા, નેધરલેન્ડ, રિપબ્લિક ઓફ કોરિયા, સિંગાપોર, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા જેવા દેશોનો સમાવેશ થાય છે. ઈસરોના જણાવ્યા અનુસાર, તેણે PSLV સેટેલાઇટ મિશનથી લગભગ 1850 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમજ ISRO એ વ્યાપારી કરારો અને PSLV હેઠળ લગભગ ₹1,100 કરોડની કમાણી કરીને જિયો સિંક્રોનસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ માર્ક-III તરીકે ડબ કરાયેલ લૉન્ચ વ્હીકલ માર્ક-IIIનું પ્રક્ષેપણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તે જ સમયે, તેના LVM3 મિશનમાં, અવકાશ સંસ્થાએ એક જ મિશનમાં 36 વન વેબ ઉપગ્રહો પણ લોન્ચ કર્યા. આ ઉપરાંત પ્રથમ વખત ભારતીય કંપની સ્કાયરૂટ એરોસ્પેસે આ વર્ષે 18 નવેમ્બરે “પ્રરંભ” નામના મિશનના ભાગ રૂપે ખાનગી રીતે વિકસિત વિક્રમ S-545 કિગ્રા રોકેટને અવકાશમાં મોકલ્યું હતું.

આ પણ વાંચો:ગુજરાતમાં જુનિયર ક્લાર્કની ભરતીનું પેપર લીક, પરીક્ષા થઇ રદ્દ

આ પણ વાંચો: 29 જાન્યુઆરી 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયામાં રેડિયોએક્ટિવ કેપ્સ્યુલ ખોવાઇ જતા ગંભીર બિમારી ફેલાવાનો ભય,પર્થમાં એલર્ટ જારી