Not Set/ જામનગરમાંથી ઝડપાયું નકલી નોટોનું કૌભાંડ, એકની ધરપકડ

જામનગરમાંથી નકલી ચલણી નોટોનું કૌભાંડ સામે આવ્યું છે. જામનગર એલસીબી ટીમે શહેરના પટેલ કોલોની વિસ્તારમાંથી એક શખ્શને ઝડપી પાડ્યો છે. જામનગર જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી આ વિષે માહિતી આપી હતી. પોલીસ વડાએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા શખ્સ પાસેથી 65,500 રૂપિયાની નવી નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. આરોપી પાસેથી રૂપિયા 2000ના દરની 32 અને […]

Top Stories Gujarat

જામનગરમાંથી નકલી ચલણી નોટોનું કૌભાંડ સામે આવ્યું છે. જામનગર એલસીબી ટીમે શહેરના પટેલ કોલોની વિસ્તારમાંથી એક શખ્શને ઝડપી પાડ્યો છે. જામનગર જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી આ વિષે માહિતી આપી હતી.

પોલીસ વડાએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા શખ્સ પાસેથી 65,500 રૂપિયાની નવી નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. આરોપી પાસેથી રૂપિયા 2000ના દરની 32 અને 500ના દરની 7 જેટલી નકલી નોટ ઝડપી પાડવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી નકલી નોટો બનાવવાની સામગ્રી પણ ઝડપી લીધી છે.

જામનગરમાંથી ઝડપાયેલા આ આરોપી શખ્સ પાસેથી નકલી નોટ બનાવવાનું મશીન તેમજ એ માટેની સામગ્રી પણ ઝડપી પાડવામાં આવી છે. મળતી વિગતો મુજબ આરોપી આફ્રિકાનો છે, અને જામનગરની એક હોટલમાં મેનેજમેન્ટ સંભાળે છે.