Gujarat Local Body Election 2026/ ‘વિકાસ નહીં તો વોટ નહીં!’ ડીસાના વોર્ડ નં. 9 માં સ્થાનિકોનો સજ્જડ ચૂંટણી બહિષ્કાર

બનાસકાંઠાના Deesaમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો. વિકાસ કામો ન થવાથી નારાજ વોર્ડ નં. 9 ના લોધાવાસ વિસ્તારના લોકોએ કર્યો સજ્જડ ચૂંટણી બહિષ્કાર. નેતાઓમાં ફફડાટ.

Top Stories Gujarat Others
Election Boycott in Deesa

Election Boycott in Deesa: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તમામ પક્ષના નેતાઓ મતદારોને રીઝવવા અનેક વાયદાઓ સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ડીસામાં વિકાસ કામો ન થવાથી ભારે રોષે ભરાયેલા સ્થાનિકોએ આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનું શસ્ત્ર ઉગામતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

Deesaના લોધાવાસ વિસ્તારના લોકોનો આક્રોશ

પ્રાપ્ત વિગતો અનુસાર, ડીસા નગરપાલિકાના વોર્ડ નં. 9 માં આવેલ લોધાવાસ વિસ્તારના મતદારોમાં નેતાઓ અને વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવારની અવગણનાથી કંટાળીને આખરે લોધાવાસ વિસ્તારના રહીશોએ એકજૂથ થઈને આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાનો કઠોર નિર્ણય લીધો છે.

નેતાઓ માટે ગામના દરવાજા બંધ

‘વિકાસ નહીં તો વોટ નહીં’ ના નારા સાથે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે. ચૂંટણી સમયે જ વોર્ડ નં. 9 ના આ સજ્જડ બહિષ્કારના કારણે મત માંગવા આવતા ઉમેદવારો અને રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઈ છે. જો સમયસર આ વિસ્તારના લોકોનો રોષ શાંત કરવામાં નહીં આવે તો ચૂંટણી પરિણામોમાં તેની મોટી અસર જોવા મળી શકે છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાટણ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર