Rajkot News/ કમોસમી વરસાદમાં પાક નિષ્ફળ જતાં સૌરાષ્ટ્રના ખેડૂતની આત્મહત્યા

કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના ખેડૂતોના પેટ પર પાટુ માર્યુ છે. સપ્ટેમ્બર સુધી પડેલો વરસાદ ખેડૂતો માટે સોનાના કોળિયા સમાન નીવડ્યો હતો. તે જ વરસાદ ઓક્ટોબરમાં ખેડૂતો માટે ઝેર સમાન નીવડ્યો છે.

Gujarat Rajkot Breaking News

Rajkot News: કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના ખેડૂતોના (Saurashtra Farmers) પેટ પર પાટુ માર્યુ છે. સપ્ટેમ્બર સુધી પડેલો વરસાદ ખેડૂતો માટે સોનાના કોળિયા સમાન નીવડ્યો હતો. તે જ વરસાદ ઓક્ટોબરમાં ખેડૂતો માટે ઝેર સમાન નીવડ્યો છે. રાજકોટના સરધાર ગામના ખેડૂતે કમોસમી વરસાદના કારણે બે એકરનો તૈયાર પાક નષ્ટ થતા દુઃખી થઈને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી છે. ખેડૂતના મૃત્યુ બાદ તેની પત્ની અને બે પુત્રો રડી પડ્યા હતા. બંને પુત્રોએ પિતાની ફોટોફ્રેમ હાથમાં પકડીને પિતાને પાછા લાવવા બૂમો પાડતા રહ્યા. પરિવારનો મુખ્ય આધાર છીનવાઈ ગયો, પત્ની અને બંને પુત્રો નોંધારા બન્યા છે.

એક-બે વાર વાવણી કરી, પણ પાક બરબાદ થઈ ગયો

રાજકોટના સરધાર ગામમાં રહેતા 42 વર્ષીય જેસીંગભાઈ અરજણભાઈ મકવાણાએ પોતાનો બે એકરનો પાક સંપૂર્ણ નાશ પામ્યા બાદ અંતિમ પગલું ભરી લેતા ચકચાર મચી ગઈ છે. ખેડૂતની પત્ની અને બંને પુત્રો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. બંને પુત્રો પિતાની ફોટો ફ્રેમ હાથમાં પકડીને રડી રહ્યા હતા અને પિતાને પરત લાવવા માટે બૂમો પાડી રહ્યા હતા. દરમિયાન, મૃતક ખેડૂતના સાચા ભાઈએ હાથ જોડીને સરકાર પાસે ખેડૂતોને મદદ કરવા માંગ કરી છે. પરિવારનો મુખ્ય આધાર છીનવાઈ ગયો છે, પત્ની અને બંને પુત્રો નોંધારા બની ગયા છે.

મૃતકના મોટા ભાઈ બાબુભાઈએ જણાવ્યું કે મારો નાનો ભાઈ જેસીંગભાઈ ખેતીકામ કરતો હતો. ધાણાનું બે વખત વાવેતર કર્યા બાદ વરસાદના કારણે આખો પાક ધોવાઈ ગયો હતો. આ પછી, જ્યારે મગફળી વાવી હતી, ત્યારે તેમાંથી અડધી પણ બગડી ગઈ હતી. 2 એકરમાં ઉગેલો આખો પાક નાશ પામ્યો હતો. જેની કિંમત લગભગ 2 લાખ રૂપિયા છે. આ કારણોસર ગઈકાલે બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે ઘરે એકલા હતા ત્યારે ઝેર પી લીધું હતું. અમે તેને તાત્કાલિક ગોંડલ હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાંથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવ્યું.

જોકે, ગોંડલ ચોકડી પહોંચતા જ મારા ભાઈનું મોત નીપજ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું કે મારા ભાઈના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. જેસીંગભાઈના પત્નીનું નામ હંસાબેન છે. પુત્ર ક્રિશ 18 વર્ષનો છે, ધોરણ 12માં અભ્યાસ કરે છે, જ્યારે નાનો પુત્ર નયન 14 વર્ષનો છે, ધોરણ 9માં અભ્યાસ કરે છે. ખેડૂતોની દુર્દશા અંગે તેમણે કહ્યું કે ખેડૂતોના પાકના બગાડ અંગે સરકારે કંઈક સમજવું જોઈએ. રાજ્ય સરકારે નિયમ મુજબ સહાય પૂરી પાડવી જોઈએ. ભાઈઓમાં રાજેશભાઈ નાના અને બાબુભાઈ મોટા. વચેટિયા જેસીંગભાઈ અરજણભાઈએ ઘઉંમાં ટીકડીઓ નાખીને આપઘાત કર્યો છે. તેમના અવસાનથી બે બાળકોના માથા પરથી પિતાનો પડછાયો ઊડી ગયો છે, તેમની પત્નીઓ પણ પતિના મૃત્યુથી વ્યથિત છે. જ્યારે પરિવારનો મોભી જતો રહે છે ત્યારે પરિવાર પર દુ:ખનો પહાડ આવી જાય છે.

સરધાર ગામના ખેડૂત આગેવાન ગોવિંદ મકવાણાએ જણાવ્યું કે આ ગામમાં 1500 થી 2000 જેટલા ખેડૂતો ખેતી કરે છે. જો કે ભારે વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે. અહીં મગફળી, સોયાબીન, કપાસ, ડુંગળી, લસણ અને અન્ય પાકની ખેતી કરવામાં આવે છે. આ પહેલા પણ અતિવૃષ્ટિના કારણે પાકને મોટું નુકસાન થયું હતું, પરંતુ ત્યારે પણ સરકાર દ્વારા કોઈ પ્રકારની સહાય આપવામાં આવી ન હતી. અમે કહીએ છીએ કે જ્યારે ખેડૂતોને પાકને ભારે નુકસાન થાય છે ત્યારે તેમને સહાય આપવામાં આવે. મારા ભાઈએ આવું દુ:ખદ પગલું ભર્યું છે, હું વિનંતી કરું છું કે તેના પરિવારને પણ સહયોગ મળે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતની આત્મહત્યા મુદ્દે ન્યાય ના મળતાં પરિવારજનોની પશુઓ સાથે પોલીસ મથકે ધરણા કરવાની ચીમકી

આ પણ વાંચો: મોડાસા/ખેતીનો પાક નિષ્ફળ જતા, મહિલા ખેડૂતની આત્મહત્યા, કોણ જવાબદાર ..?

આ પણ વાંચો: દેશમાં ખેડૂત આત્મહત્યાનું પ્રમાણ 7.7 ટકા, મોટાભાગના પુરુષો