Surat News:સુરત પોલીસે (Surat Police) શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. “કાયદાની મર્યાદામાં રહેશો તો તમને ફાયદો થશે” ના સંદેશ સાથે પોલીસે ગુનાહિત ઇતિહાસ (Criminal History) ધરાવતા આરોપીઓ પર સકંજો કડક બનાવ્યો છે અને છેલ્લા પાંચ દિવસમાં PASA (Prevention of Anti-Social Activities Act) હેઠળ 32 આરોપીઓની ધરપકડ કરીને રાજ્યની વિવિધ જેલોમાં મોકલવામાં આવ્યા છે. શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના પેદા કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ કાર્યવાહીમાં ઝડપાયેલા આરોપીઓ વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે, જેમાં ખંડણી, છેતરપિંડી, સાયબર ક્રાઇમ, વ્યાજખોરી, મારામારી અને મોબાઇલ સ્નેચિંગનો સમાવેશ થાય છે.

સુરત પોલીસે આ ગુનાઓના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કાયદાના દાયરામાં લાવવા માટે ચોક્કસ માહિતી અને આયોજનબદ્ધ અભિયાન ચલાવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે આધુનિક ટેકનોલોજી અને ગુપ્તચર માહિતીનો ઉપયોગ કરીને આરોપીઓને ઝડપી લીધા.

આ કાર્યવાહી શહેરમાં વધતા જતા ગુનાઓને નાથવા અને નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટેની શરૂઆત છે. ગુનાહિત પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની સજ્જડ કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી
આ પણ વાંચો: સોનાની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી, દુબઈની ટ્રિપ કરનારાને ખેપિયા બનાવો
આ પણ વાંચો: સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની પરીક્ષા, ગેરરીતિ રોકવા ચુસ્ત આયોજન
