Mumbai News/ મુંબઈમાં કોચ વિરૂદ્ધ POCSO હેઠળ FIR; વિદ્યાર્થીનીને ખોળામાં બેસાડી છેડતી કરી હોવાનો આક્ષેપ, પોલીસે CCTV અને વોટ્સએપ ચેટના આધારે શરૂ કરી તપાસ

મુંબઈમાં કોચ (Coach) વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કાર્યવાહી. સગીરા સાથે છેડતીનો આરોપ.

NATIONAL India Breaking News
coach
Mumbai News: કોચ Coach પર સગીર વિદ્યાર્થીનીને પોતાની ખોળામાં બેસાડી તેની સાથે છેડતી કરવાનો આક્ષેપ લાગ્યો છે. વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે
 મુંબઈની પાર્લે પોલીસે કોચ વિરુદ્ધ POCSO એક્ટ અને BNSની સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસે જિમ્નેશિયમ અને આસપાસના CCTV કેમેરાના 
ફૂટેજની તપાસ શરૂ કરી છે. સાથે જ સંબંધિત વોટ્સએપ સંદેશાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.  

 મુંબઈમાં Coach પર સગીર વિદ્યાર્થીની સાથે અશ્લિલ વર્તન કર્યાનો આક્ષેપ

વિદ્યાર્થીની જિમ્નેશિયમમાં પહોંચી ત્યારે કોચ ત્યાં એકલો હતો. આક્ષેપ છે કે કોચે વિદ્યાર્થીનીને ચપ્પલ અંદર લાવવા અને દરવાજો અંદરથી બંધ કરવા કહ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે કોલેજ અને અભ્યાસ અંગે વાતચીત થઈ હતી. વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે કે વાતચીત દરમિયાન કોચે તેનો ડાબો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી ખોળામાં બેસાડી હતી. જ્યારે વિદ્યાર્થીનીએ ઊભા થવાનો પ્રયાસ કર્યો ત્યારે કોચે પાછળથી તેની કમર પકડીને તેની સાથે છેડતી કરી હોવાનો પણ આક્ષેપ છે.

વિદ્યાર્થીનીએ શિક્ષિકાને સમગ્ર વાત જણાવી

ફરિયાદ મુજબ, વિદ્યાર્થીની જિમ્નેશિયમમાંથી બહાર નીકળીને સીધી કોલેજ પહોંચી હતી. તે પરેશાન જણાતાં તેની સાથે અભ્યાસ કરતી છાત્રાઓએ તેની સાથે વાત કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીએ પોતાની શિક્ષિકાને સમગ્ર ઘટના જણાવી હતી. શિક્ષિકાએ આ અંગે વિદ્યાર્થીનીના પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનો વિદ્યાર્થીનીને લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.

CCTV અને વોટ્સએપ સંદેશાઓની તપાસ

મુંબઈની પાર્લે પોલીસે ફરિયાદના આધારે આરોપી કોચ વિરુદ્ધ એક્ટ અને BNSની સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસ જિમ્નેશિયમ તથા આસપાસ લગાવવામાં આવેલા CCTV કેમેરાના દૃશ્યોની તપાસ કરી રહી છે. આ ઉપરાંત જિમમાં થયેલી વાતચીત અને સંબંધિત વોટ્સએપ સંદેશાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવેલા પુરાવા અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો:સુરતમાં ધોરણ 11ના બે સગીર ઘરેથી ભાગ્યા: પોલીસે વિલ્સન હિલ્સથી શોધી કાઢ્યા, POCSO હેઠળ કાર્યવાહી

આ પણ વાંચો:ગાંધીનગર: પેથાપુર POCSO કેસમાં હોટલ કનેક્શન સામે આવ્યું, સગીરાએ મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધ્યાનો ખુલાસો

આ પણ વાંચો:અમદાવાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન આધેડનું મોત, POCSO કેસમાં અટકાયત બાદ તબિયત બગડતા હોસ્પિટલમાં નિધન