Ahmedabad News/ અમદાવાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન આધેડનું મોત, POCSO કેસમાં અટકાયત બાદ તબિયત બગડતા હોસ્પિટલમાં નિધન

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં POCSO કેસની પૂછપરછ દરમિયાન અહેમદ અંસારીનું મોત (Police Custody Death) થયું. તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Police Custody Death: બાપુનગર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથથી ચકચાર

Ahmedabad News: અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન એક વ્યક્તિનું મોત (Police Custody Death) થતાં સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી છે. પોલીસના જણાવ્યા મુજબ, પોક્સો (POCSO) એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં પૂછપરછ માટે લાવવામાં આવેલા અહેમદ અંસારીની અચાનક તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.

Police Custody Death: POCSO કેસમાં પૂછપરછ દરમિયાન તબિયત બગડી

માહિતી અનુસાર, ગુરુવારે અહેમદ અંસારી સામે POCSO એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ તેમને પૂછપરછ માટે બાપુનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.પૂછપરછ ચાલી રહી હતી તે દરમિયાન અચાનક તેમની તબિયત લથડી ગઈ હતી અને તેમને ખેંચ (મૂર્છા) આવતાં પોલીસ દ્વારા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા

હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ બાદ ફરજ પરના તબીબોએ અહેમદ અંસારીને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની માહિતી મેળવી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે કારણ સ્પષ્ટ

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમ અને પેનલ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ મોત (Police Custody Death)નું ચોક્કસ કારણ જાણી શકાશે.હાલ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મૃત્યુના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

તપાસના આદેશ

પોલીસ કસ્ટડી દરમિયાન થયેલા મૃત્યુને ગંભીરતાથી લઈને ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ પુરાવા અને મેડિકલ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો:અમદાવાદમાં કસ્ટોડિયલ ડેથનો વિવાદ: ઝહીર શેખના મોત પહેલાંનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:તમિલનાડુના સથાનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં મોટો ચુકાદો, 9 પોલીસકર્મીઓને ફાંસીની સજા

આ પણ વાંચો:પૂર્વ IPS સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટથી ઝટકો, કસ્ટોડિયલ ડેથ કેસમાં ન તો આજીવન કેદ સસ્પેન્ડ કરવામાં આવી કે ન તો જામીન મંજૂર કરવામાં આવ્યા