Not Set/ હાઇકોર્ટના કેસની 10 ફાઇલો ચોરવાનો મામલો,સોલા પોલીસે ડોલી પટેલની કરી ધરપકડ

અમદાવાદ, હાઇકોર્ટના કેસની 10 ફાઇલો ચોરવાને મામલે ભેજાબાજ ડોલી પટેલની ધરપકડ કરવામાં આવી. અમદાવાદના નવરંગપુરામાંથી ડોલી પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઉલ્લેખનિય છે કે, રાજકોટના એક કેસ મામલે ડોલી પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસ દરમ્યાન મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા. દસ્તાવેજોને […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

હાઇકોર્ટના કેસની 10 ફાઇલો ચોરવાને મામલે ભેજાબાજ ડોલી પટેલની ધરપકડ કરવામાં આવી. અમદાવાદના નવરંગપુરામાંથી ડોલી પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

ઉલ્લેખનિય છે કે, રાજકોટના એક કેસ મામલે ડોલી પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસ દરમ્યાન મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા.

દસ્તાવેજોને હાઇકોર્ટમાં જમાં કરાવામાં આવ્યા હતા. મહત્વની વાત છે કે વડોદરા પોલીસે એક કેસ મામલે ડોલી પટેલનાં ઘરની તલાસી લેવામાં આવી હતી.

તપાસ દરમ્યાન મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડોલી પટેલ સામે અગાઉ પણ અનેક ગુનાઓ દાખલ થયેલા છે. ફાઈલો ચોરી કરાવવામાં ડોલી પટેલની કોણે કોણે મદદ કરી છે. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.