રાજ્યમાં દિવસે ને દિવસે છેડતી કે બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદ પણ આવી ઘટનાઓ વધી રહી છે. આવામાં વધુ એક ઘટના વસ્ત્રાપુર વિસ્તારની સામે આવી છે. જ્યાં એક સગીરા કાર શીખી રહી હતી. અને કારમાં તે અને કાર શીખવાડનાર ટ્રેનર બેઠો હતો. કાર ટીવી ટાવર પાસે પહોંચી. ત્યારે સગીરાની માતા ને દૂર ઉતારી દઈ આ ટ્રેનરે સગીરાની સામે જ હસ્ત મૈથુન કરવા લાગ્યો હતો.સગીરા ગભરાઈ જતા જ એણે માતાને જાણ કરી અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેનર ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદની એક કોલેજમાં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરા વસ્ત્રાપુર વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે. સગીરાને કાર શીખવાની હોવાથી નજીકમાં રહેતા એક આધેડ પાસે કાર શીખી રહી હતી. જો કે તે રોજ કાર શીખવા એકલી જ જતી હતી. પરંતુ તેની માતાએ એક દિવસ તેની સાથે જવાનું કહ્યું સગીરા તેની માતા અને આ ટ્રેનર કારમાં બેસીને નિકલ્યા હતા. કર ટીવી ટાવર પાસે પહોંચી ત્યારે આ ચાલકએ સગીરાની માતાને ઉતારી દીધા હતા.
ત્યારબાદમાં તે સગીરાને એકલી આગળ કાર શીખવાડવા લઈ ગયો હતો. સુમસામ રોડ હોવાથી આધેડે અચાનક જ કાર થોભાવી અને આ સગીરાને જોઈને તેની સામે જ હસ્ત મૈથુન કરવાનું શરૂ કરી દીધું હતું.
આ જોઈને સગીરા ગભરાઈ ગઈ હતી. અને તેણે બુમાબુમ શરૂ કરી અને સગીરાની માતા એટલામાં ત્યાં આવી ગઈ હતી. અને સાથે સાથે પોલીસને જાણ કરતા પોલીસે આરોપી દિનેશની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
