મેડિકલ એક્સપર્ટનાં અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ, સામાન્ય રીતે બીજા અનુભવી ડોક્ટરો પણ આજ સ્થાપિત સિદ્ધાંતોનાં આધારે જ્યારે દર્દી ઉપર કોઈ આડઅસર અને અગર કંઈ ગંભીર બનાવ બને તે સમયે ઉપર મુજબનાં જ્ઞાન, ડોક્ટરી પરિક્ષણો, ડોક્ટરે અપનાવેલ ટ્રીટમેન્ટ એ મેડિકલ સાયન્સના નિયમ અને સિદ્ધાંત મુજબની છે? કે નહિ તે બાબત ઉપર ડોક્ટર સારવારમાં બેદરકાર છે કે નહિ તે નક્કી કરી શકાય.
આ સિદ્ધાંતોને ધ્યાનમાં લઈ નેશનલ કન્ઝ્યુમર કમિશન દિલ્હીએ અગત્યનો ચુકાદો અપીલ નં. 372/2008 માં આપેલ છે આ કેસની બાબત એ હતી કે, દિલ્હી રાજ્ય કમિશનમાં મૃતક ગીતા વિરુદ્ધ ડો. શર્મા નર્સિગ હોમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી ફરિયાદ ચાલુ હતી તે દરમિયાન ગીતાબેનનું મૃત્યુ થયેલ અને આથી તેમનાં વારસદારોને જોડવામાં આવેલ. પ્રસુતિ નિષ્ણાંત ડોક્ટરે જ્યારે D&C (Dilation and Curettage) ગુજરાતીમાં જો સમજીએ તો યુટરસને સાફ કરવાની પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા દર્દી ઉપર કરવામાં આવી ત્યાર બાદ દર્દી ગીતાબેનને 30 % શરીરના ભાગ કામ કરતા બંધ થઈ ગયા, હાથ અને પગ બંને ચાલતા ન હોતા. આથી ફરિયાદીએ ફરિયાદ દિલ્હી રાજ્ય કમિશનમાં કરેલી રાજ્ય કમિશને ડોક્ટરની વિરુધ્ધ હુકમ કરેલ અને દર્દીને રકમ ચુકવવા ઓર્ડર થયેલ આ ઓર્ડરની સામે ડોક્ટર નર્સિગ હોય કે નેશનલ કમિશન દિલ્હીમાં અપીલ કરેલ. નેશનલ કમિશન દિલ્હીએ ફરિયાદમાં રજુ થયેલા તમામ દસ્તાવેજી પુરાવાઓ અને મેડિકલ સાયન્સનાં સિધ્ધાંતોનાં ડોક્યુમેન્ટસ વગેરે ધ્યાનમાં લીધા.
નેશનલ કમિશને સમગ્ર હકિકતો ધ્યાનમાં લઈ ડોક્ટરે કરેલી અપીલને રદબાતલ કરેલી અને અપીલ ડીસમીસ કરી, નોંધ્યું કે યુટરસ સાફ કરવા પૂર્વે જે કંઈ જરૂરી હોય અને યુટરસ સાફ કરતા પૂર્વે ક્યા ક્યા માપદંડ ધ્યાનમાં લેવામાં આવ્યા છે? વધુમાં યુટરસ સાફ કરવા માટે જરૂરીયાત કેમ હતી વગેરે બાબતો કોર્ટના રેકર્ડ પર આવેલી નહિ અને ડોક્ટર તે સાબિત કરવા માટે પણ વધુ કહી શકેલા નહિ આથી તમામ પરિબળો અને રજૂ થયેલા પુરાવાઓ દસ્તાવેજી રેકર્ડ વગેરે ધ્યાનમાં લઈ ડોકટરની બેદરકારી છે તેમ સાબિત થયું અને જેના પર ગુજરનાર ગીતાબેનમાં વારસોને, ગીતાબેનના યુટરસને સાફ કરવા માટે જરૂરી ટેકનીકલ અને ડોક્ટરી વિજ્ઞાનમાં જે પ્રસ્થાપિત સિદ્ધાંતો છે તે ધ્યાનમાં લઈ યુટરસની તપાસણી D&C કરતા પહેલા કરી નથી તે પરિસ્થિતિમાં ડોક્ટર તેની ફરજ ચૂક્યા હોઈ ડોક્ટર સેવામાં બેદરકાર હોઈ, નેશનલ કમિશન દિલ્હી હુકમ કરતા જણાવ્યું કે ડોક્ટર-નર્સિગ હોમ સામે રાજ્ય કમિશને રૂ. 10 લાખ ચુકવવામાં હુકમ કર્યો છે તે કાયમ રહે છે અને વધુમાં રૂ. 50 હજાર ખર્ચ પેટે ચુકવવા હુકમ કરેલ. આ કેસની અગત્ય બાબત એ છે કે ડોક્ટરે જે ટ્રીટમેન્ટ આપી તે ડોક્ટરના જ્ઞાન મુજબ, ઉપરાંત મેડિકલ સાયન્સના સિદ્ધાંતો મુજબ છે ? વગેરે બાબત કોર્ટે ધ્યાનમાં લઈ ચુકાદો આપેલ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
