કડવા ચોથ વ્રત : પત્નીઓ પતિના લાંબા આયુષ્ય માટે કડવા ચોથ વ્રત રાખે છે. આગ્રામાં ફિલ્મી સ્ટોરી જેવો એક પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બે મહિલાઓએ એક જ વ્યક્તિ માટે વ્રત રાખતા કહ્યું કે ‘અમે બહેનો અમારું જીવન ખુશીથી પસાર કરીશું’. આ વીડિયોમાં કડવા ચોથ વ્રત રાખનાર મહિલાઓ કહે છે કે અમે દુનિયાને બતાવીશું કે જ્યાં પ્રેમ હોય ત્યાં ઝગડા નથી થતા. આ મહિલાઓના નામ મન્નુ દેવ અને શીલા દેવી છે. અને તેઓ આગ્રાના રહેવાસી છે.
આગ્રામાં રહેતી મન્નુ દેવી અને શીલા દેવીએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. અને બંનેએ સાથે મળી કડવા ચોથનું વ્રત રાખ્યું. સાથે મળીને કરવા ચોથની પૂજા કરી અને ઉપવાસ તોડ્યો. બંને મહિલાના એક પતિએ વ્રતની આ ઉજવણીનો વીડિયો ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકયો છે. વાયરલ થયેલ વીડિયો પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી. વીડિયોમાં બતાવ્યું છે કે કેવી રીતે મન્નુ દેવી અને શીલા દેવી એકબીજાના બાળકોનું ધ્યાન રાખે છે અને કોઈપણ ખરીદી કરવા સાથે જાય છે.
બે પત્નીઓએ એક જ ચંદ્ર એવા પતિના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે કડવા ચોથનું વ્રત રાખ્યું. આ કિસ્સો નાગલા બિહારી, એતમદૌલાના રહેવાસી રામબાબુ નિષાદનો છે. રામબાબુને તેમની પ્રથમ પત્ની શીલા દેવીથી બે બાળકો છે. બંનેના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. ત્યારથી, શીલા દેવી તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત કરે છે. અને એક વર્ષ પહેલા જ રામબાબુની મુલાકાત મન્નુ દેવી સાથે થઈ. ત્યારબાદ બંનેની મુલાકાતો વધી અને બંને પ્રેમમાં પડ્યા.
રામબાબુની પ્રથમ પત્ની શીલા દેવીએ બંનેના પ્રેમનો સ્વીકાર કર્યો. અને ત્રણ મહિના પહેલા મંદિરમાં રિત રિવાજ મુજબ મન્નુ દેવી અને રામબાબુના લગ્ન કરાવ્યા. ત્યારથી શીલા દેવી મન્નુ દેવીને પોતાની બહેન માની ઘરમાં સાથે રાખે છે. આથી બુધવારે શીલા દેવીની સાથે મન્નુ દેવીએ પણ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું પહેલું વ્રત રાખ્યું હતું. બંનેએ એકસાથે ચંદ્રને જોઈને પતિની પૂજા કરી. તેનો વીડિયો ગુરુવારે ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયો હતો.
શીલા દેવી અને મન્નુ દેવી કહે છે કે તેઓ ખુશીથી સાથે રહે છે. બંનેને એકબીજા સામે કોઈ ફરિયાદ કે નારાજગી નથી. તેઓ એકબીજાની વચ્ચે બહેનોની જેમ ખુશીથી જીવન જીવી રહ્યા છે. રામબાબુ, તેમની બે પત્નીઓ શીલા દેવી અને મન્નુ દેવીના ફેસબુક પર એકસાથે ફરતા ડઝનેક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરેલા છે. હિન્દી ફિલ્મો અને સિરીયલોની લોકોના માનસ પર અસર થઈ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ અને શીલા અને મન્નુના પતિનું નામ રામબાબુ હોવાથી કેટલાક લોકો ટીકા પણ કરી રહ્યા છે.
