Entertainment News/ અમિતાભ બચ્ચન માટે જયાએ કર્યો રાજેશ ખન્ના સાથે ઝઘડો…માસ્ટર રાજૂએ રોચક કિસ્સો કર્યો શૅર..!

Amitabh Bachchan (અમિતાભ બચ્ચન) ઘણી ઝડપથી પોપ્યુલર થઇ રહ્યાં હતા અને તેઓ ‘સુપરસ્ટાર સ્ટેટસ’ને ચેલેન્જ કરી રહ્યા હોવાની વાત રાજેશ ખન્નાને પસંદ ન હતી!

Trending Entertainment
Amitabh Bachchan ,અમિતાભ બચ્ચન , જયા બચ્ચને

Entertainment News: અભિનેતા રાજૂ શ્રેષ્ઠ ઉર્ફે માસ્ટર રાજૂ (Raju Shrestha alias Master Raju)એ તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યૂમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની બાબતે જયા ભાદુરી (બચ્ચન) અને રાજેશ ખન્ના વચ્ચે થયેલી લડાઈની સ્મૃતિ તાજી કરી હતી!

Amitabh Bachchan ,અમિતાભ બચ્ચન , જયા બચ્ચને

રાજૂ શ્રેષ્ઠ ઉર્ફે માસ્ટર રાજૂએ કર્યો કિસ્સો બયાન

‘બાવર્ચી’, ‘ખુદ્દાર’, ‘ચિત્તચોર’, ‘પરિચય’ અને ‘વો સાત’ દિન જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા રાજૂ શ્રેષ્ઠ ઉર્ફે માસ્ટર રાજૂએ તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યૂમાં મોટા મોટા એક્ટર્સ (Actors) સહિતના અનેક કલાકારોના ઘણા બધા કિસ્સા શૅર કર્યા છે. રાજૂએ વર્ષ 1972 માં રિલીઝ થયેલી રાજેશ ખન્નાની મૂવી ‘બાવર્ચી’ (Bawarchi)માં બાળકલાકાર તરીકે કામ કર્યુ હતુ. આ ઇન્ટરવ્યૂ દરમિયાન, એણે આ ફિલ્મના લીડ સ્ટાર્સ જયા ભાદુરી (Jaya Bachchan) અને રાજેશ ખન્ના વચ્ચે થયેલી લડાઈની યાદ તાજા કરી હતી! એ સમયે અમિતાભ અને જયાના લગ્ન નહોતા થયા.

Amitabh Bachchan ,અમિતાભ બચ્ચન , જયા બચ્ચને

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) બાબતે જયા ભાદુરીની લડાઈ

રાજૂના કહેવા મુજબ, આ બંને વચ્ચે ઝઘડો ત્યારે શરુ થયો હતો જ્યારે રાજેશ ખન્ના (Rajesh Khanna)એ અમિતાભ વિશે એને કંઇક કહ્યું….રાજૂએ ભારતના પ્રથમ સુપર સ્ટાર કહેવાતા રાજેશ ખન્નાના સ્ટાર વાળા નખરા અને અહંકારના અનેક કિસ્સા પણ શૅર કર્યા હતા. કેરિયરના પ્રારંભથી જ રાજેશે ધરખમ સફળતા મેળવી હતી!

આ ઇન્ટરવ્યૂમાં માસ્ટર રાજૂએ કહ્યું કે, “એક ચડભડ થઇ હતી…અને શૂટિંગ થંભી ગયું હતુ, મને બસ એટલું જ યાદ છે કારણ કે, ‘બાવર્ચી’ ઘણી જ જૂની ફિલ્મ છે. આ ઝઘડો અમિતાભ બચ્ચનની બાબતે થયો હતો…જયાજી અમિતજી સાથે ફ્રેન્ડલી હતી અને અમિતાભ પણ ઋષિદા (Film Maker Rishikesh Mukherjee) ની ઘણી નજીક હતા અને એમની સાથે એક ફિલ્મ કરી રહ્યા હતા…રાજેશ ખન્નાની પોતાની સમસ્યા હતી..!”

Amitabh Bachchan ,અમિતાભ બચ્ચન , જયા બચ્ચને

પ્રથમ ‘સુપરસ્ટાર સ્ટેટસ’ને ચેલેન્જ પસંદ ન હતી

રાજૂએ આગળ જણાવ્યું હતુ કે, “એ સમયે અમિતાભ ઘણી ઝડપથી પોપ્યુલર થઇ રહ્યાં હતા અને તેઓ પોતાના પ્રથમ ‘સુપરસ્ટાર સ્ટેટસ’ને ચેલેન્જ કરી રહ્યા હોવાની વાત રાજેશ ખન્નાને પસંદ ન હતી!

એણે આગળ કહ્યું કે, “એ નહતા ઇચ્છતા કે કોઇ એમની જગ્યા લે અને અમિતાભ ઘણી તેજીથી આગળ વધી રહ્યાં હતા….રાજેશ ખન્નાએ જયાજીને અમિતાભ બચ્ચનની વિરુદ્ધ કંઇક કહ્યું અને ત્યારે એ બંને વચ્ચે ઝઘડો થયો અને શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું!”

Amitabh Bachchan ,અમિતાભ બચ્ચન , જયા બચ્ચને

સુપરસ્ટાર રાજેશ ખન્નાને બચ્ચને રિપ્લેસ કરી દીધો

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1973માં અમિતાભ બચ્ચનની ‘જંજીર’ ફિલ્મ (Zanzir Film) થિયેટર્સમાં રિલીઝ થયા બાદ, રાજેશ ખન્નાના વળતા પાણી થવા લાગ્યા હતા અને માહોલ અમિતાભની તરફ ઢળવા લાગ્યો હતો!

‘શોલે’, ‘દીવાર’ અને ‘નમક હરામ’ (Sholay, Deewar and Namak Haram)જેવી ફિલ્મોમાં કામ કરનાર એ એ સમયના સુપરસ્ટાર રાજેશ ખન્નાને રિપ્લેસ કરી દીધો હતો અને સમય જતાં એ બોલીવુડના ‘બિગ બી’ બની ગયા હતા અને આજે આટલી ઉંમરે પણ એ અભિનય ક્ષેત્રે એટલા જ સક્રિય છે!!


આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર સિતારાઓનો જમાવડો, અમિતાભ બચ્ચન-સચિનને જોવા ચાહકો ઘેલા થયા..

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ચોથી મિલકત ખરીદી, રિયલ એસ્ટેટ મિલકતો ખરીદી રહ્યા છે

આ પણ વાંચો: ઐશ્વર્યા રાયને મુસ્લિમ બનાવીશ પછી લગ્ન કરીશ, પાકિસ્તાની મૌલવી અબ્દુલ કાવી