Ajab Gajab News: આખી દુનિયાના લોકો નવા વર્ષ 2026 ને અનેરા ઉત્સાહથી સ્વાગત કરવા થનગની રહ્યાં છે ત્યારે અલગ-અલગ દેશોમાં ચાલી આવતા અજબ રિવાજો (Rituals) અને પરંપરા તમને ઘણી જ નવાઇ પમાડે એવા લાગશે! નવા વર્ષ (New Year)ની ઉજવણીની અનોખી પરંપરા સમગ્ર વિશ્વમાં પ્રવર્તમાન છે. તો ચાલો હવે જાણીએ, કે નવ વર્ષ (New Year)ની ઉજવણીના પ્રાચીન અને અર્વાચીન (Ancient and Modern) બંને પરંપરા (Tradition) વિશે વિસ્તૃત રીતે…
નવા વર્ષ (New Year) 2026ની ઉજવણી ની અજબ પરંપરા
ગણતરીના કલાકોમાં વિશ્વભરમાં નવા વર્ષ 2026નો જલસો શરુ થવા જઇ રહ્યો છે! પૃથ્વીના સૌથી પૂર્વીય ભાગમાં આવેલા કિરિબાતીમાં ભારતીય સમય અનુસાર, આજે બપોરે 3 વાગીને 30 મિનિટે સૌપ્રથમ નવું વર્ષ ટકોરા મારશે. ત્યાર બાદ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને એશિયાના અનેક દેશોમાં વારાફરતી નવ વર્ષ (New Year)નું આગમન થશે.

મિસ્રની સભ્યતા
આશરે 4500 થી 5000 ઈસા પૂર્વની મિસ્ર (Egypt)ની સભ્યતામાં નીલ નદીમાં પૂર (Neel River, Flood) આવે એ પરથી નવું વર્ષ (New Year) નિર્ધારિત થતું હતું. એનાથી ખેતરો ઉપજાઉ બનતા હતા અને ખુશીઓ મનાવવામાં આવતી હતી! ત્યાંના લોકો ઉત્સવમાં દેવતાઓની પૂજા અને પારંપરિક નૃત્ય (Traditional Dance) કરવાનું પસંદ કરતા. ત્યાંની કબરો અને પપીરસ (પ્રાચીન સમયના કાગળ) પર લખેલા ગ્રંથોમાં નવા વર્ષ સાથે જોડાયેલા તહેવારો (Festivals)નો ઉલ્લેખ મળી આવે છે.
| મુદ્દો | વિગતો |
| સભ્યતા | પ્રાચીન મિસ્ર (Egypt)ની સભ્યતા |
| સમયકાળ | આશરે ઈસા પૂર્વે 4500 થી 5000 વર્ષ |
| નવું વર્ષ નક્કી કરવાનો આધાર | નીલ નદીમાં આવતું વાર્ષિક પૂર |
| પૂરનો લાભ | ખેતરો ઉપજાઉ બનતા |
| લોકોની ભાવના | આનંદ અને ખુશી |
| ઉજવણીના પ્રકાર | ઉત્સવો, દેવતાઓની પૂજા |
| સાંસ્કૃતિક પ્રવૃત્તિ | પારંપરિક નૃત્ય |
| ઐતિહાસિક પુરાવા | કબરો અને પપીરસ પર લખાયેલા ગ્રંથો |
| તહેવારોનો ઉલ્લેખ | નવા વર્ષ સાથે જોડાયેલા તહેવારો |
બેબીલોન સભ્યતા
ઈરાક (Babylon Culture, Iraq)માં લગભગ ઈસા પૂર્વ 2000 વર્ષના સમયગાળા દરમિયાન વસંત ઋતુમાં ચંદ્રના આકાર પરથી નવા વર્ષ (New Year)ને નિર્ધારિત કરવામાં આવતુ હતુ. ‘અકિતુ’ નામનો ઉત્સવ મનાવવામાં આવતો જે પૂરા 12 દિવસ સુધી ચાલતો હતો! લોકો નવ વર્ષમાં ઋણ (Debt) ચૂકવવાનો સંકલ્પ લેતા હતા. પુરાતત્વ વિભાગના ખનન દ્વારા પ્રાપ્ત માટીની તકતીઓ (Clay tablets) પર આ ઉત્સવ (Celebration) વિશેનો ઉલ્લેખ મળે છે.

ફારસ સામ્રાજ્ય
ઈરાન (Iran)માં આશરે 2500 વર્ષ અગાઇ વસંત ઋતુમાં ‘નવરોઝ’ તહેવાર (Nowruz festival) મનાવવામાં આવતો હતા. એને પ્રકૃતિના નવીન ચક્રનો પ્રારંભ માનવામાં આવતો. આજે પણ ઈરાન અને આસપાસના દેશોમાં ‘નવરોઝ’ મનાવવામાં આવે છે અને એની ઉજવણીના સૌથી મોટા પ્રમાણ પર્સેપોલિસના ખંડેરોમાં વિદ્યમાન છે.
સેલિબ્રેશનના 5 અજબ રિવાજો

1. અમેરિકા
અમેરિકા (America)માં નવા વર્ષમાં સૌથી મશહૂર આયોજન ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કવેર બૉલ ડ્રોપ (Times Square Ball Drop, New York)ને ગણવામાં આવે છે. રાત્રિના 12 વાગે એની 60 સેકન્ડ અર્થાત્ 1 મિનિટ પહેલા એક મોટી ચમકદાર બોલ ઊંચા થાંભલા પરથી ધીમે-ધીમે નીચે આવવાનું શરુ કરે છે. જેવા ઘડિયાળમાં 12 વાગે કે બૉલ નીચે આવી ગયો હોય છે અને એને નવા વર્ષની શરુઆત માનવામાં આવે છે!
118 વર્ષ જૂની પરંપરા
વર્ષ 1907 માં ન્યૂયોર્ક ટાઇમ્સ ન્યૂઝ પેપરની ઑફિસ ટાઇમ્સ સ્ક્વેરમાં હતી. આ જ વર્ષે ન્યૂયોર્ક ટાઇમ્સે પ્રથમ વાર જ નવ વર્ષની ઉજવણીને ખાસ બનાવવા માટે બોલને નીચે પાડવાની પરંપરા શરુ કરી હતી.

2. ગ્રીસ
મુખ્ય દરવાજા પર ડુંગળી લટકાવવાની પરંપરા
ગ્રીસ (Greece)માં નવા વર્ષ (New Year)ના મોકે ઘરના મુખ્ય દરવાજા પર ડુંગળી (Onion) અને મોટાભાગે તો મોટી જંગલી ડુંગળી લટકાવવાની પરંપરા છે. નવ વર્ષની પરોઢે લોકો ચર્ચ (Church) જાય છે અને પરત ફરતાં ડુંગળી લઇને આવે છે અને એને પોતાના દરવાજે ટાંગી દે છે!
ડુંગળી વિકાસ અને ફળદ્રુપતાનું પ્રતીક
આ પરંપરા પ્રાચીન યૂનાની સમયથી ચાલતી આવે છે. ડુંગળીને ગ્રોથ અને ફર્ટિલિટી (Growth & Fertility)નું પ્રતીક માનવામાં આવે છે. ત્યાં એવી માન્યતા છે કે ડુંગળી લટકાવવાથી જીવનમાં સફળતા મળશે!

3. સ્પેન
કેવળ 12 સેકન્ડમાં 12 દ્રાક્ષ ખાવાની ચેલેન્જ
સ્પેનમાં નવ વર્ષના પ્રારંભ પહેલા છેલ્લી 12 ઘંટડી વાગે એની સાથે 12 દ્રાક્ષ (Grapes) ખાવાની પરંપરા છે. દરેક સેકન્ડ પર એક દ્રાક્ષ ખાવાની રહે છે. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી નવા વર્ષમાં નસીબ (Luck) સારું રહે છે અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે!
દ્રાક્ષના બમ્પર પાકથી જન્મી આ પરંપરા
ઈસ. 1909માં સ્પેન માં એલિકાન્તે વિસ્તાર (Alicante Area, Spain)માં દ્રાક્ષની વિક્રમજનક ઉપજ થઇ હતી, ત્યાર બાદથી અહિંના લોકોમાં નવ વર્ષના જલસામાં દ્રાક્ષનો ઉપયોગ કરવાની પરંપરાનો પ્રારંભ થયો હતો!

4. સ્કૉટલેન્ડ
ફર્સ્ટ ફૂટિંગ (First Footing)ની પરંપરા
સ્કૉટલેન્ડ (Scotland)માં અડધી રાત્રિ બાદ જે વ્યક્તિ સૌપ્રથમ કોઇના ઘરે પગ મૂકે છે એને ફર્સ્ટ ફૂટર કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જે-તે વ્યક્તિ એ ઘરના આખા વર્ષનું ભાગ્ય નિર્ધારીત કરે છે.
ફર્સ્ટ ફૂટર અર્થાત્ પ્રથમ પગલાં પાડનાર (First Footer) ક્યારેય પણ ખાલી હાથે જતો નથી પરંતુ એ પોતાની સાથે કશીક ને કશીક પ્રતીકાત્મક વસ્તુઓને લઇને જાય છે જેમ કે, કોલસો (Coal)…જેથી સમગ્ર વર્ષ ઘરમાં ગરમાવો બની રહે! અથવા તો એ પોતાની સાથે વ્હીસ્કી લઇ જાય છે જેથી ખુશી અને સેલિબ્રેશન આખું વર્ષ જળવાઇ રહે!
નવાઇની વાત એ છે કે, પ્રાચીન સમયમાં લાંબા અને કાળા વાળ ધરાવતો પુરુષ એક આદર્શ ફર્સ્ટ ફૂટર માનવામાં આવે છે જ્યારે સોનેરી અથવા તો લાલ રંગ (Golden hair, Red Hair)ના વાળ ધરાવતા લોકોને અશુભ માનવામાં આવતા હતા કારણ કે, એ લોકોને જોઇને બધાને વાઈકિંગ આક્રમણકારીઓની પીડાદાયક સ્મૃતિ તાજી થઇ જતી હતી!
5. બ્રાઝિલ
સમુદ્રની લહેરો પર કૂદવાની પરંપરા
બ્રાઝિલ (Brazil) દેશને દરિયાકિનારાનું સુખ સાંપડેલું છે અને ત્યાં લોકો નવા વર્ષની પૂર્વ સંધ્યાથી જ સમુદ્રતટે (Seashore) એકઠા થવા લાગે છે, સફેદ કપડા પહેરે છે અને આતશબાજી (Fireworks)નો આનંદ માણે છે. જેવી મધ્યરાત્રિ (Midnight) થાય કે લોકો સમુદ્રની 7 લહેરો સાથે સ્વયંને ઉછાળે છે! આ પરંપરા 31 ડિસેમ્બરની સાંજથી શરુ થઇને મધ્યરાત્રિ અને 1 જાન્યુઆરીની પરોઢ સુધી (31 December to 1 January) ચાલે છે. પ્રત્યેક લહેરની સાથે એ એક ઇચ્છાપૂર્તિની પ્રાર્થના (Wish) કરે છે અને વીતેલા વર્ષ માટે ધન્યવાદ પણ પ્રગટ કરે છે.
સમુદ્ર દેવીને ખુશ કરવાનો પ્રયાસ
આ પરંપરા સમુદ્રની દેવી યેમાન્જા (Yemanja) સાથે જોડાયેલી હોવાનું મનાય છે. એવી માન્યતા છે કે સમુદ્રની 7 લહેરો પર કૂદવાથી દેવી પ્રસન્ન થાય છે અને નવા વર્ષમાં સુખ, સમૃદ્ધિ અને સુરક્ષાનું વરદાન પ્રદાન કરે છે!
આ પણ વાંચો: ન્યૂ યર પાર્ટી પહેલા ઝટકો, સ્વિગી-ઝોમેટો અને એમેઝોન ડિલિવરી કામદારોની દેશવ્યાપી હડતાલ
આ પણ વાંચો: ઘરે શી રીતે બનાવશો રેડ વાઇન….આલ્કોહોલ વિના ક્રિસમસ ની સાંજને બનાવો રંગીન…મસ્ત રેસિપી..!
આ પણ વાંચો:
