નવી દિલ્હી,
કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયલની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની ૨૯મી બેઠકમાં દેશના નાના વેપારીઓ તેમજ ડિજિટલ પેમેન્ટ કેશબેકને લઈને પણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
શનિવારે મળેલી જીએસટી કાઉન્સિલ બેઠકમાં રુપે કાર્ડ અને ભીમ એપનો ઉપયોગ કરનારા યુઝર્સને રાહત આપતા પેમેન્ટ પર જીએસટીમાં વધુમાં વધુ ૨૦ ટકા એટલે કે ૧૦૦ રૂપિયાની છૂટ આપવામાં આવી છે. બિહારના નાયબ – મુખ્યમંત્રી અને જીએસટી કાઉન્સિલના સભ્ય સુશીલ મોદીની અધ્યક્ષતાવાળી મંત્રી સ્તરની પેનલે ડિજિટલ પેમેન્ટના પ્રસ્તાવને મંજુરી આપી છે.
આ બેઠક બાદ કાર્યકારી નાણામંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, “રાજ્ય ટુંક જ સમયમાં રુપે કાર્ડ અને ભીમ એપ દ્વારા ડિજિટલ પેમેન્ટ પર GSTમાં છૂટ આપવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરુ કરશે”.
Finance Minister Piyush Goyal, announced that a committee has been set up to look after the issues of Micro, Small and Medium Enterprises (MSMEs) in the 29th GST council meeting
Read @ANI Story | https://t.co/xiqOKMPFOI pic.twitter.com/U3AtsSM9Pw
— ANI Digital (@ani_digital) August 4, 2018
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ”સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ (MSME) સેક્ટરના ઉદ્યોગ સાથે જોડાયેલા મામલાઓને જોવા માટે રાજ્ય નાણામંત્રી શિવ પ્રતાપ શુક્લની અધ્યક્ષતામાં એક ગ્રુપ ઓફ મિનિસ્ટરની કમિટી ગઠિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ગ્રુપ ઓફ મિનિસ્ટરની કમિટીમાં દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તેમજ પંજાબ અને કેરળના નાણામંત્રી પણ હશે”.
GST council has decided to form a sub committee under the leadership of Shiv Pratap Shukla, Minister of State for Finance. Delhi Minister Manish Sisodia, Finance Minister of Punjab & Finance Minister of Kerala will be a part of this committee: Union Minister Piyush Goyal pic.twitter.com/MgsqrzI9sI
— ANI (@ANI) August 4, 2018
આ ઉપરાંત MSME સેક્ટરમાં કાયદાકીય અને પ્રકિયા સાથે જોડાયેલી મુશ્કેલીઓ માટે પણ એક લો કમિટી ગઠિત કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર અને રાજ્યના ટેક્સ ઓફિસર હશે.
Law Committee will take decisions related to law. Fitment Committee will take decisions related to rates: Union Minister Piyush Goyal on GST Council meeting pic.twitter.com/u2NNHS0FXJ
— ANI (@ANI) August 4, 2018
ડિજિટલ પેમેન્ટ પર મળનારા કેશબેક અંગે જણાવતા પીયુષ ગોયેલે જણાવ્યું, “ડિજિટલ પેમેન્ટને પાઈલોટ પ્રોજેક્ટ તરીકે શરુ કરવામાં આવશે અને ઈચ્છુક રાજ્યો આ પ્રોજેક્ટને શરુ કરશે. પાઈલોટ પ્રોજેક્ટના આધાર પર અમે મળનારા રેવેન્યુના લાભ અને નુકશાન અંગે આંકલન કરીશું.
જો કે આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલના ભાવને GSTના ડાયરામાં લાવવા અંગે ચર્ચા થવાની સંભાવના હતી, પરંતુ અ બેઠકમાં આ મુદ્દે કોઈ નિર્ણય થઇ શક્યો નથી.
