Mehsana News : બેચરાજીમાં એક ફરિયાદી પાસે તેની વડીલોપાર્જીત જમીનમાં નામ દાખલ કરવવા રૂ.7,500 ની લાંચ લેતા બેચરાજીના નાયબ મામલતદારની ACB એ ધરપકડ કરી હતી.આ કેસની વિગત મુજબ ફરીયાદી તેમની વડીલોપાર્જીત જમીનમાં પોતાનું તથા પોતાના ભાઇનું નામ દાખલ કરાવવા માંગતા હતા. આથી તેમન પિતાએ ઓનલાઇન અરજી કરી હતી.
બીજીતરફ બેચરાજીના મામલતદાર કટેરીના નાયબ મામલતદાર ભુપેન્દ્રકુમાર પુંજાભાઇ પરમારે ફરિયાદીને રૂબરૂ મળીને રૂ.૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે રૂ.૧૦,૦૦૦/- ની રકમ નક્કી કરવામાં આવી હતી. જે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.
આ ફરિયાદને આધારે ન ની ટીમે સર્કલ ઓફીસરની ઓફીસમાં,મામલતદાર કચેરી બેચરાજી ખાતે જાળ બિછાવીને ફરિયાદી પાસેથી રૂ.7,500 ની લાંચ લેતા ભુપેન્દ્રકુમાર પરમારને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો:સુરતના ઉધનામાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ નામની ગેંગ પર કરાઈ કાર્યવાહી
આ પણ વાંચો:સુરતમાં 12 વર્ષની પુત્રીએ કર્યો આપઘાત! ‘મમ્મી, મારાથી ફોન પાણીમાં પડી ગયો’
આ પણ વાંચો:સુરતમાં ઝૂલામાં ગળેફાંસો આવી જતા 1 વર્ષની બાળકીનું મોત