Jamnagar News/ કાજલ હિન્દુસ્તાનીના પોલીસ પર ગંભીર આરોપ, તેને કહ્યું, ‘પોલીસ મારી ફરિયાદ નોંધતી નથી, છેલ્લા 5 મહિનાથી પોલીસ ધક્કા ખવડાવે છે’

સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાનીએ ફરી આવ્યા ચર્ચામાં, તેને પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા, પર ફરિયાદ ન નોંધવાનો અને છેલ્લા 5 મહિનાથી ધક્કા ખવડાવવાનો આરોપ લગાવ્યો.

Gujarat Others

Jamnagar News : જામનગર પોલીસ પર સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાનીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે પોલીસ પર ફરિયાદ ન નોંધવાનો અને છેલ્લા 5 મહિનાથી ધક્કા ખવડાવવાનો આરોપ લગાવ્યો છે. કાજલ હિન્દુસ્તાનીએ દાવો કર્યો છે કે અસામાજિક તત્વો તેમને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે, પરંતુ પોલીસ તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી રહી નથી.

કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું કે, “છેલ્લા 5 મહિનાથી હું પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છું, પરંતુ મારી ફરિયાદ નોંધવામાં આવતી નથી. અસામાજિક તત્વો મને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી.”

કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા દ્વારા ગૃહ રાજ્ય મંત્રીને પણ રજૂઆત કરી છે અને તેમને ન્યાય આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, “જો મને કંઈ થશે તો તેની જવાબદારી પોલીસની રહેશે.”

કાજલ હિન્દુસ્તાનીના આક્ષેપોથી જામનગર પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. લોકો પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે અને કાજલ હિન્દુસ્તાનીને ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે. આ ઘટના અંગે જામનગર પોલીસ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ગુજરાતમાં ગયા વર્ષે ઉનામાં વિવાદાસ્પદ નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાની ફરીથી વિવાદોમાં આવી હતી. ગુજરાતના પાટીદાર સમાજની દિકરીઓ પર કરેલા નિવેદનને પગલે કાર્યવાહીની માંગણી થઈ હતી. કાજલ પર આરોપ છે કે તેણે એક કાર્યક્રમમાં પાટીદાર સમાજની દિકરીઓ પર બોયફ્રેન્ડ સ્વેપીંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે મોરબીમાં રહેતા મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ આપી હતી. પનારાએ કહ્યું હતું કે તે આ લડાઈને હાઈકોર્ટ સુધી લઈ જશે અને કાર્યવાહી કરાવશે. તથા ગુજરાતના પાટીદાર આંદોલનના પ્રમુખ રહી ચુકેલા લાલજી પટેલે પણ કાજલ હિન્દુસ્તાનીના નિવેદનનો વિરોધ કર્યો અને કહ્યું હતું કે કાજલ હિન્દુસ્તાનીને એ ખબર નથી કે તે શુ બોલી રહી છે. કાજલ હિન્દુસ્તાનીનું મૂળ નામ કાજલ સિંગલા છે. તે પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોરબી સિરામિક ઉદ્યોગની સાથે લવજેહાદમાં પણ નંબર વન : કાજલ હિન્દુસ્તાની

આ પણ વાંચો: કાજલ હિન્દુસ્તાની જૂનાગઢ જેલમાંથી મુક્ત આજે બપોરે ઉના સેશન કોર્ટે આપ્યા જામીન જેલ મુક્તિ બાદ કાજલ હિન્દુસ્તાનીએ આપ્યું નિવેદન હું ઘરે નહીં બેસું સામાજિક કાર્ય

આ પણ વાંચો: ગુજરાતમાં કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને પગલે વિવાદ