સુરત,
સુરતમાં સન્યાસી માલિયાની હત્યામાં સંડોવાયેલા હત્યારાની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે. આ હત્યારાની લાશ પાંડેસરાના સિદ્ઘાર્થ નગરમાંથી મળી આવી હતી.
તપાસ કરતાં શરીર પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુરતમાં સન્યાસી માલિયાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા 3 લોકો દ્વારા કરવામાં આવી હતી. જો કે આ હત્યામાં સંડોવાયેલા એક હત્યારાની પણ હત્યા થઇ ગઇ છે. ત્યારે હવે આ હત્યારાની હત્યા કોણે અને કેમ કરી તે તપાસ બાદ બહાર આવશે.
