Not Set/ સુરત પોલીસ કમિશ્નર કચેરી બહારની ઘટના,ટ્રાફિક પોલીસે યુવકને જાહેરમાં માર્યો માર હોવાનો આક્ષેપ

સુરત, પોલીસ કમિશ્નર કચેરી બહાર ટ્રાફિક પોલીસ અને બાઇકચાલક વચ્ચે બબાલ થઇ હતી. જેમાં ટ્રાફિક પોલીસે યુવકને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જાહેરમા માર મારવામાં આવતો હોવાથી રોડ પરથી પસાર થતાં બાઇક ચાલકે મોબાઇલમાં વિડીયો બનાવ્યો હતો. મળતી માહિતી અનુસાર ચલણ બનાવવા માટે પોલીસે યુવકને ઉભો રાખ્યો હતો. આ દરમિયાન પોલીસ અને […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

પોલીસ કમિશ્નર કચેરી બહાર ટ્રાફિક પોલીસ અને બાઇકચાલક વચ્ચે બબાલ થઇ હતી. જેમાં ટ્રાફિક પોલીસે યુવકને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

જાહેરમા માર મારવામાં આવતો હોવાથી રોડ પરથી પસાર થતાં બાઇક ચાલકે મોબાઇલમાં વિડીયો બનાવ્યો હતો. મળતી માહિતી અનુસાર ચલણ બનાવવા માટે પોલીસે યુવકને ઉભો રાખ્યો હતો.

આ દરમિયાન પોલીસ અને આ યુવક વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં યુવકને માર મારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 17 તારીખે પણ પોલીસે એક યુવકને માર માર્યો હોવાના સીસટીવી વાયરલ થયા બાદ સુરત પોલીસ દ્વારા વધુ એક યુવકને મારવાની ઘટના બનાવા પામી છે.