Breaking News: IPL 2026ને લઈને એક મોટો ફેરફાર સામે આવ્યો છે. આગામી સીઝનની ફાઈનલ મેચ (IPL 2026 final) હવે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નહીં રમાય. તેના બદલે, આ મહત્વપૂર્ણ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. સામાન્ય રીતે IPLમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર આગામી સીઝનની ફાઈનલ યોજવાની પરંપરા રહી છે. જોકે, આ વખતે BCCIએ આ પરંપરામાં ફેરફાર કર્યો છે.
IPL 2026 Final અમદાવાદમાં
રિપોર્ટ્સ મુજબ IPL 2026ની પ્લેઓફ મેચો ત્રણ અલગ-અલગ શહેરોમાં યોજાશે. અમદાવાદ ઉપરાંત ધર્મશાલા અને ન્યૂ ચંદીગઢમાં પણ મહત્વપૂર્ણ મુકાબલાઓ રમાશે.ફાઈનલ (IPL 2026 final)નું સ્થળ બદલવા પાછળ મુખ્ય કારણ તરીકે ‘MLA’ વિવાદને જોવામાં આવી રહ્યો છે. આ વિવાદને કારણે સુરક્ષા સંબંધિત ચિંતાઓ ઊભી થઈ હતી, જેના કારણે BCCIએ કોઈ જોખમ ન લેતા સ્થળ બદલવાનો નિર્ણય કર્યો.
પ્લેઓફ શેડ્યૂલ મુજબ, ક્વોલિફાયર 1 ધર્મશાલામાં યોજાશે. જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર 2 ન્યૂ ચંદીગઢમાં રમાશે. ત્યારબાદ તમામ નજર અમદાવાદ પર રહેશે, જ્યાં IPL 2026ની ફાઈનલ રમાશે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમોમાંથી એક છે, જે મોટી મેચો માટે આદર્શ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ફાઈનલ માટે અમદાવાદની પસંદગીને મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો:રાજસ્થાન રોયલ્સના માલિક બદલાયા, IPL ઈતિહાસની બીજી સૌથી મોટી ડીલ, જાણો કોણ છે નવા માલિક?
આ પણ વાંચો:‘આ સીઝન અમારી નથી’ – હાર્દિક પંડ્યાએ તોડ્યું મૌન, મુંબઈ ઈન્ડિયન્સની હાર પાછળના 5 મોટા કારણો
