sports news/ રાજસ્થાન રોયલ્સના માલિક બદલાયા, IPL ઈતિહાસની બીજી સૌથી મોટી ડીલ, જાણો કોણ છે નવા માલિક?

IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીના માલિક બદલાયા છે. લક્ષ્મી નિવાસ મિત્તલ અને આદર પૂનાવાલાએ ₹13,800 કરોડમાં ટીમ ખરીદી લીધી છે. વાંચો આ ઐતિહાસિક સોદાની સંપૂર્ણ વિગતો.

Trending Sports
IPL

Mittal Family & Adar Poonawalla Buy RR: IPL 2026 ની મધ્યમાં જ એક આર્થિક ધડાકો થયો છે. વિશ્વના સ્ટીલ સમ્રાટ લક્ષ્મી નિવાસ મિત્તલ અને સીરમ ઈન્સ્ટિટ્યૂટના આદર પૂનાવાલાએ મળીને રાજસ્થાન રોયલ્સ (RR) ફ્રેન્ચાઈઝીમાં બહુમતી હિસ્સો ખરીદી લીધો છે. અંદાજે 1.65 બિલિયન ડોલર (₹13,800 કરોડ) માં થયેલો આ સોદો ક્રિકેટ જગતનો અત્યાર સુધીનો બીજો સૌથી મોંઘો સોદો છે.

નવું માલિકી માળખું (Ownership Structure)

3 મે ના રોજ થયેલા સત્તાવાર કરાર મુજબ, રાજસ્થાન રોયલ્સનું નવું માળખું આ મુજબ રહેશે:

મિત્તલ ફેમિલી: 75% હિસ્સો (બહુમતી માલિક)

આદર પૂનાવાલા: 18% હિસ્સો

મનોજ બડાલે અને અન્ય: 7% હિસ્સો

કેમ મહત્વનો છે આ સોદો? (IPL)

ગ્લોબલ સ્પોર્ટ્સ પોર્ટફોલિયો: મિત્તલ પરિવાર રમતગમત ક્ષેત્રે પહેલેથી સક્રિય છે. હવે RR ના સંપાદનથી દક્ષિણ આફ્રિકાની ‘પાર્લ રોયલ્સ’ અને કેરેબિયન પ્રીમિયર લીગની ‘બાર્બાડોસ રોયલ્સ’ પર પણ તેમનું નિયંત્રણ આવશે.

RCB ચૂકી ગયા પણ RR મળી: આદર પૂનાવાલા અગાઉ RCB ખરીદવાની રેસમાં હતા, પરંતુ ત્યાં આદિત્ય બિરલા ગ્રુપે બાજી મારી હતી. હવે મિત્તલ સાથે મળીને પૂનાવાલાએ ક્રિકેટમાં પોતાની એન્ટ્રી પાકી કરી છે.

40 દિવસમાં માલિક બદલાયા: માર્ચ 2026 માં કાલ સોમાણીના કન્સોર્ટિયમે ₹13,600 કરોડની બોલી લગાવી હતી, પણ સોદો સાકાર ન થતા આખરે મિત્તલ પરિવારે આ મોટી બાજી મારી લીધી છે.

રાજસ્થાન રોયલ્સનો ઈતિહાસ

પ્રથમ ચેમ્પિયન: વર્ષ 2008 માં શેન વોર્નની આગેવાનીમાં ટીમ પ્રથમ સીઝન જીતી હતી.

વિવાદો: સ્પોટ-ફિક્સિંગને (IPL) કારણે 2016 અને 2017 માં ટીમ પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

વાપસી: 2018 માં વાપસી કર્યા બાદ ટીમ 2022 માં ફાઈનલ સુધી પહોંચી હતી, જ્યાં ગુજરાત ટાઈટન્સ (IPL) સામે હાર થઈ હતી.


આ પણ વાંચો: ભારતીય મહિલા ટીમની જાહેરાત, નંદની શર્માને મળી તક, જાણો ક્યારથી શરૂ થશે વર્લ્ડ કપનો રોમાંચ

આ પણ વાંચો:  T20 ક્રિકેટમાં ભુવીનો જાદુ! 350 વિકેટ લેનારો ભારતનો પહેલો પેસર બન્યો, જાણો ટોપ 5 લિસ્ટ

આ પણ વાંચો: આ સીઝન અમારી નથી’ – હાર્દિક પંડ્યાએ તોડ્યું મૌન, મુંબઈ ઈન્ડિયન્સની હાર પાછળના 5 મોટા કારણો