West Bengal News/ ફાલ્ટા ચૂંટણી પર અભિષેક બેનરજીનો કડક પ્રહાર “ગુજરાતી ગેંગને 10 જન્મ ઓછા પડશે”

પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક (Assembly elections) પર હિંસા અને ગેરરીતિના આરોપો બાદ ચૂંટણી પંચે ફરી મતદાનનો આદેશ આપ્યો છે. 21 મેના રોજ મતદાન અને 24 મેના રોજ મતગણતરી થશે.

Top Stories India Breaking News
Assembly elections: અભિષેક બેનર્જીના શબ્દોએ મચાવી હલચલ

West Bengal News: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (Assembly elections) દરમિયાન ફાલ્ટા બેઠકને લઈને ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય હવે રાજ્યની રાજનીતિમાં નવી ગરમાવો લાવી રહ્યો છે. 29 એપ્રિલે થયેલી હિંસા અને ગેરરીતિઓના આરોપોને ગંભીરતાથી લેતા પંચે સમગ્ર બેઠક પર ફરી મતદાન કરાવવાનો નિર્ણય કર્યો છે.

સમગ્ર Assembly elections બેઠક પર ફરી મતદાન

ચૂંટણી પંચના આદેશ અનુસાર 144-ફાલ્ટા વિધાનસભા (Assembly elections) ક્ષેત્રના તમામ 285 મતદાન કેન્દ્રો પર ફરીથી મતદાન યોજાશે. આ મતદાન 21 મે 2026ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે. મતગણતરી 24 મેના રોજ કરવામાં આવશે. રાજ્યની બાકી રહેલી 293 બેઠકોના પરિણામો 4 મેના રોજ જાહેર થવાના છે, જ્યારે ફાલ્ટા બેઠકનું પરિણામ અલગથી જાહેર થશે.

નિર્ણય પાછળનું કારણ

29 એપ્રિલે મતદાન દરમિયાન ફાલ્ટા વિસ્તારમાં ભારે તણાવ સર્જાયો હતો. રાજકીય ઝપાઝપી અને EVM સાથે ચેડાં જેવા ગંભીર આરોપો સામે આવ્યા હતા. ચૂંટણી (Assembly elections) પ્રક્રિયાની નિષ્પક્ષતા જાળવવા પંચે આકરો નિર્ણય લીધો છે, જેને લોકશાહી માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

રાજકીય આરોપ-પ્રત્યારોપ

આ નિર્ણય બાદ ભાજપના નેતા અમિત માલવીયાએ મમતા સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ડાયમંડ હાર્બર મોડલ હવે ધ્વસ્ત થઈ ચૂક્યું છે. ભાજપના આ પ્રહાર સામે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી લાલચોળ થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, મારા ડાયમંડ હાર્બર મોડલને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં,

ખાસ કરીને આ બાંગ્લા વિરોધી ગુજરાતી ટોળકી તો બિલકુલ નહીં. તેમણે ભાજપને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, જો હિંમત હોય તો ભાજપ તેના સૌથી મજબૂત ઉમેદવારને ફાલ્ટાના મેદાનમાં ઉતારે અને બધું જ દાવ પર લગાવીને જોઈ લે. ફાલ્ટા બેઠક ડાયમંડ હાર્બર વિસ્તારમાં આવતી હોવાથી ટીએમસી માટે તે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. હવે 21 મેના રોજ થનારા મતદાન પર આખા દેશની નજર રહેશે.

હવે સૌની નજર 21 મે પર

ફરી મતદાનના આ નિર્ણયથી ફાલ્ટા બેઠક દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. હવે 21 મેના રોજ યોજાનાર મતદાન અને ત્યારબાદના પરિણામો પર સૌની નજર રહેશે. આ બનાવ માત્ર એક બેઠક પૂરતો મર્યાદિત નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા અંગે મહત્વપૂર્ણ સંદેશ આપે છે.


આ પણ વાંચો:બંગાળમાં હિંસા બાદ ચૂંટણી પંચ એક્શનમાં, 15 બૂથો પર આવતીકાલે ફરી મતદાન, જાણો સંપૂર્ણ વિગત

આ પણ વાંચો:EVM સાથે છેડછાડના આરોપો વચ્ચે બંગાળમાં 15 મતદાન મથકો પર ફરીથી મતદાન

આ પણ વાંચો:“બંગાળમાં બાબરી મસ્જિદ નહીં બનવા દઈએ” – અમિત શાહ