Not Set/ આવી છે રાજ્યનાં ઉકાઇ, કીમ, મચ્છુ 1 અને 2, જૂજ અને મધુબન ડેમની હાલની સ્થિતિ

રાજ્યભરમાં તેમજ પડોશી રાજ્યોમાં પણ શ્રીકાર વર્ષાનાં પગલે તમામ ક્ષેત્રની નદીઓમાં પાણીની ભરે આવક જોવામા આવી રહી છે. ત્યારે રાજયભરમાં ડેમોની સ્થિતી શું છે અને ક્યાં કેવી રીતે અને કેટલું નવું પાણી આવી રહ્યું છે તેનો ચિતાર મેળવીએ, જો વાત કરવામ આવે… ઉકાઈ ડેમ મહારાષ્ટ્નાં હથનૂર ડેમના 41 અને પ્રકાશા ડેમના 27 દરવાજા ખોલવામાં આવ્યા […]

Top Stories Gujarat

રાજ્યભરમાં તેમજ પડોશી રાજ્યોમાં પણ શ્રીકાર વર્ષાનાં પગલે તમામ ક્ષેત્રની નદીઓમાં પાણીની ભરે આવક જોવામા આવી રહી છે. ત્યારે રાજયભરમાં ડેમોની સ્થિતી શું છે અને ક્યાં કેવી રીતે અને કેટલું નવું પાણી આવી રહ્યું છે તેનો ચિતાર મેળવીએ, જો વાત કરવામ આવે…

ઉકાઈ ડેમ

મહારાષ્ટ્નાં હથનૂર ડેમના 41 અને પ્રકાશા ડેમના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમજ ઉપરવાસમાં પડતા વરસાદને કારણે પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલી કાઢવામાં આવ્યા હતા. જેને કારણે ઉકાઈ ડેમની સપાટી સતત વધી રહી છે. તો બીજી તરફ નંદુરબાર નજીક આવેલા પ્રકાશા ડેમના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને લઇને જળગાંવ, ધૂળિયા અને નંદુરબારથી વહેતી તાપી નદી બન્ને કાંઠે થઈ છે. હથનૂર અને પ્રકાશાના જળાશયોમાંથી છોડતા પાણીને કારણે ઉકાઈ ડેમની સપાટી સતત વધી રહી છે . હાલ ઉકાઈ ડેમ ની સપાટી 294 ફૂટ જેટલી થઈ ગઈ છે જયારે ઉકાઈ ડેમનું રુલ લેવલ 333 ફૂટ છે.  ડેમમાં એક લાખ ક્યુસેકથી વધુ પણીની આવક થઈ છે. ત્યારે ઉકાઈ ડેમની સપાટીમાં 7 ફૂટનો વધારો નોંધાયો છે.

કીમ ડેમ

સુરતમાં ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહેતી થઇ છે. અવિરસત વરસાદને પગલે કીમ નદીમાં પાણીની સત્તત્ત આવક થઇ છે. નદી કાંઠાના 10 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. કીમમાં પાણીની આવકને પગલે કીમ ડેમ મહત્તમ સપાટી પર પહોંચી જતા અને ભારે વરસાદને કારણે માંગરોળ મામલતદાર અને TDO સહિતનાં અધિકારીઓ હરકતમાં આવી ગયા છે. અને તમામ જરૂરી નિર્દેશનો આપવામા આવ્યા છે.

મચ્છુ – 1 ડેમ

 

સતત પડી રહેલા વરસાદના પગલે રાજ્યના ડેમોની સપાટી વધવા પામી છે. ત્યારે મોરબી જિલ્લાના મચ્છુ એક ડેમ અને બેની સપાટી વધી છે. મચ્છુ 1 ડેમમાં પાણીની સપાટી 29.40 ફૂટ પહોંચી છે. જ્યારે મચ્છુ 1 ડેમમાં પાણી ભરાયેલની સપાટી 576 MCFT છે. મચ્છ 1 ડેમમાં પાણીની આવક 305 ક્યુસેક નોંધાય છે.

મચ્છુ – 2 ડેમ

મોરબી જિલ્લાના મચ્છુ એક ડેમ અને બેની સપાટી વધી છે.મચ્છુ-2 ડેમમાં પાણીની સપાટી 16.5 ફૂટ પહોંચી છે. મચ્છુ-2 ડેમમાં પાણી ભરાયેલની સપાટી 793 MCFT છે અને મચ્છુ-2 ડેમમાં પાણીની આવક 300 ક્યુસેક આસપાસ નોંધાય છે.

જૂજ ડેમ

નવસારીના વાંસદા ખાતે આવેલો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. પાંચ સેન્ટિમીટરથી જૂજ ડેમ ઓવરફ્લો થતા હાલ ડેમની સપાટી 167.55 સેન્ટિમીટર નોંધાઈ છે. જોકે, ડેમ ઓવરફ્લો થતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે. તંત્ર દ્વારા વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મધુબન ડેમ

વલસાડમાં વરસાદનું જોર ઘટતા મધુબન ડેમની સપાટીમાં પણ ઘટાડો નોંધાયો છે. ડેમની સપાટી 72.65 પર આવી ગઈ છે. ડેમમાંથી 45,830 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો ડેમના ચાર જ દરવાજા ત્રણ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમનાં 4 જ દરવાજા 3 મીટરે ખોલી દેવામાં આવ્યા છે. જોકે, વલસાડમાં મેઘાએ વિરામ લેતા તમામ નદીઓમાં પાણીની આવકમાં ઘટાડો નોંધવામાં આવ્યા છે. ઔરંગા સહિતની નદીની સપાટીમાં ઘટાડો નોંધાતા, તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.