ગાંધીનગર/ રાજ્યના 8 મહાનગરોમાં 10 નવેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવાયો

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ ફરી એક વાર લંબાવવામાં આવ્યો છે. રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર અને જુનાગઢમાં આગામી 10 નવેમ્બર સુધી રાત્રિ કર્ફ્યું લંબાવવામાં આવ્યો છે. સરકાર દ્વારા કર્ફ્યૂના આદેશને લંબાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય નવેમ્બર મહિનાની 10 મી તારીખ સુધી અમલી રહેશે. નવેમ્બર મહિનાના 10 મી […]

Top Stories Gujarat

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ ફરી એક વાર લંબાવવામાં આવ્યો છે. રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર અને જુનાગઢમાં આગામી 10 નવેમ્બર સુધી રાત્રિ કર્ફ્યું લંબાવવામાં આવ્યો છે.

સરકાર દ્વારા કર્ફ્યૂના આદેશને લંબાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય નવેમ્બર મહિનાની 10 મી તારીખ સુધી અમલી રહેશે. નવેમ્બર મહિનાના 10 મી તારીખ સુધી કર્ફ્યુ રાત્રીના 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા રાત્રે 11 વાગ્યે અમલી બનતા કર્ફ્યૂને નવરાત્રીને ધ્યાને રાખીને રાત્રે 12 વાગ્યા કરી દેવાયો હતો. આ નિર્ણય અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ શહેર અને ગાંધીનગર શહેરમાં લાગુ પડશે.