Vadodara News/ કોન્ટ્રાક્ટરને ઘી કેળા કરાવતા વડોદરા મનપાના અધિકારીઓ

વડોદરા મનપાએ હવે ચૂંટણીઓ ક્યાંય નજીકમાં હોઈ કોન્ટ્રાક્ટરોને ઘીકેળા કરાવવાનું નક્કી કરી લીધું લાગે છે. વડોદરા મનપાએ આડેધડ અને અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો રજૂ કર્યો હતો.

Gujarat Top Stories Vadodara Breaking News
વડોદરા મનપા

Vadodara News: વડોદરા મનપા એ હવે ચૂંટણીઓ ક્યાંય નજીકમાં હોઈ કોન્ટ્રાક્ટરોને ઘીકેળા કરાવવાનું નક્કી કરી લીધું લાગે છે. વડોદરા મનપાએ આડેધડ અને અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો રજૂ કર્યો હતો. આનો સૌથીમોટું ઉદાહરણ મુજમહુડા-અકોટા રોડ પર ભરશિયાળે ભૂવા પડ્યા તે છે.

વડોદરા મનપા

આમ એકબાજુએ વડોદરા મહાનગરપાલિકામાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ છે ત્યારે લાલી­પાવડર કરી આડેધડ કામગીરી કરવામાં આવી રહી છે. પોલમપોલમાં માહેર ઇજારાદારે ભૂવો પૂરી દીધો, પરંતુ આ ભૂવો ફક્ત ઇંટોના રોડા નાખીને કરામત કરવામાં આવી છે. યોગ્ય મશીનરીના અભાવે અયોગ્ય કામગીરી કરવામાં આવી છે. આમ ઇંટોના રોડા નાખી ભૂવો પૂરીને સંતોષ માનવામાં આવ્યો છે.

હવે આ ભૂવો યોગ્ય રીતે ભરાયો ન હોવાથી આગામી દિવસોમાં ગમે ત્યારે ફરીથી ભૂવો પડે તો આશ્ચર્ય નહીં થાય. પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ વડોદરા મનપા કરી રહી છે અને સત્તાધીશો મૌન સેવી રહ્યા છે. વડોદરામાં આ પ્રકારની કામગીરી તંત્ર કરે અને પછી લોકો તેની આક્રોશ વ્યક્ત ન કરે તો શું કરે. આ રીતે વારંવાર ભૂવા પડે, પણ કામ સરખું કરે તો ભૂવા પડે જ નહી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રંજન બેન ભટ્ટના બદલે ઉમેદવાર જાહેર થયેલા હેમાંગ જોશી છે કોણ

આ પણ વાંચો: ચીકી માફિયાઓને ફાયદો કરાવવા મોહનથાળનો પ્રસાદ બંધ કરાવવાનો કારસો : હેમાંગ રાવલ

આ પણ વાંચો: બરોડા મેનેજમેન્ટ એસોસિએશન સ્ટાર્ટઅપ સિર્નજી – ૨૦૨૪માં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ