Not Set/ સેન્ડવિચ લાવવામાં મોડુ થતાં ગુસ્સે થયેલા ગ્રાહકે વેઈટરને મારી ગોળી

પેરિસ ફ્રાન્સની રાજધાની પેરિસમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ગ્રાહકનો ગુસ્સો વેઈટર પર કહેર બનીને વરસ્યો છે. અહીં એક પિઝા અને બર્ગર રેસ્ટોરન્ટમાં, એક ગ્રાહકે ગુસ્સો પીઆર કાબૂ ગુમાવતા વેઈટરને ગોળી મારી દીધી હતી. જો કે, જ્યારે તમે આ પાછળનું કારણ જાણો છો, ત્યારે તમે પણ સ્તબ્ધ થઈ જશો. મળતી માહિતી મુજબ […]

Top Stories World

પેરિસ ફ્રાન્સની રાજધાની પેરિસમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ગ્રાહકનો ગુસ્સો વેઈટર પર કહેર બનીને વરસ્યો છે. અહીં એક પિઝા અને બર્ગર રેસ્ટોરન્ટમાં, એક ગ્રાહકે ગુસ્સો પીઆર કાબૂ ગુમાવતા વેઈટરને ગોળી મારી દીધી હતી. જો કે, જ્યારે તમે આ પાછળનું કારણ જાણો છો, ત્યારે તમે પણ સ્તબ્ધ થઈ જશો.

મળતી માહિતી મુજબ આ ગ્રાહકે રેસ્ટોરન્ટમાં જઇને સેન્ડવિચ મંગાવ્યો, ત્યારબાદ સેન્ડવિચ લવામા થોડું મોડુ થતાં અને ઓર્ડરની રાહ જોતા ગ્રાહક ગુસ્સે થઈ ગયો અને વેઈટરને ગોળી મારી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, પેરિસના પૂર્વીય ઉપનગર નોઇઝી-લે-ગ્રાન્ડની આ રેસ્ટોરન્ટમાં શુક્રવારે મોડી રાત્રે ગોળીબારનો અવાજ સંભળાયો હતો.

જે બાદ વેઈટરના સાથીઓએ પોલીસને જાણ કરી હતી. વેઈટર, જેને ગ્રાહકે ગોળી મારી હતી, તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સાક્ષીઓએ કહ્યું કે ગ્રાહક ગુસ્સે હતો કારણ કે તેનો સેન્ડવિચ તરત જ તૈયાર જ મળ્યું નહતો. જેના કારણે તેણે પોતાનો પીઆર કાબૂ ગુમાવી ગુસ્સે થઈને વેઈટરને ગોળી મારી દીધી હતી. આ કેસ બાદ ગ્રાહક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

હત્યાના કેસ નોંધી પોલીસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.