Breaking News/ અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ,પ્લેનમાં સવાર 1 વ્યક્તિના મોતની શંકા

આ ઘટના બનતા  લઇ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે. આપને જણાવી દઈએ ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું છે

Top Stories Gujarat

Breaking News: અમરેલી(Amreli)ના શાસ્ત્રીનગર (Shastri Nagar) વિસ્તારમાં પ્લેન ક્રેશ (plane crash) થવાની ઘટના સામે આવી છે. આ ઘટના બનતા  લઇ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે. આપને જણાવી દઈએ ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું છે જેમાં પ્લેનમાં સવાર 1 વ્યક્તિના મોતની શંકા સેવાઇ રહી છે.

અમરેલીના ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં એક ખાનગી કંપનીના પાયલોટ તાલીમ કેન્દ્રનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે.વિમાન ક્રેશ થયા પછી, વિસ્ફોટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ફાયર વિભાગની ટીમ અને પોલીસ કર્મચારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો, જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી.

જે એક ખાનગી કંપની દ્વારા સંચાલિત હતું, અને તેનો ઉપયોગ પાયલોટ તાલીમ માટે થતો હતો. આ અકસ્માતમાં વિમાનમાં ફક્ત એક જ વ્યક્તિ હતો, જેનું કમનસીબે મૃત્યુ થયું હતું.વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે.

વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. આ ઘટના અંગે સ્થાનિક લોકોમાં ચિંતા વધી રહી છે અને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનું વચન આપ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં પ્લેન ક્રેશ મામલે IAFની પ્રતિક્રિયા આવી સામે

આ પણ વાંચો:મધ્યપ્રદેશના શિવપુરીમાં એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત

આ પણ વાંચો:દક્ષિણ સુદાનમાં પ્લેન ક્રેશ, 20ના મોત,મૃતકોમાં બે ચીની અને એક ભારતીયનો સમાવેશ